તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Swami Vivekanand, Life Management Tips By Vivekanand, We Should Have Respect For Others

આજનો જીવનમંત્ર:અન્ય લોકોનું અપમાન કરનાર લોકોએ એક દિવસ અપમાનિત થવું પડે છે, પોતાના વ્યવહાર અને શબ્દોને સંયમમાં રાખો

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક દિવસ સ્વામી વિવેકાનંદ કોઇ ગામમાં પ્રવચન આપી રહ્યા હતાં. તેમની સાથે અનેક શિષ્ય પણ હતાં. રસ્તામાં તેમના એક વિરોધીનું ઘર પણ હતું. સ્વામીજીના વિરોધીએ જ્યારે તેમને જોયાં તો તેને ગુસ્સો આવી ગયો.

તે વ્યક્તિ વિવેકાનંદજીને નફરત કરવાનો હતો. તેણે જેવા સ્વામીજીને જોયા તે દોડીને તેમની પાસે પહોંચ્યો અને જોર-જોરથી ગાળો આપવા લાગ્યો. સ્વામીજીએ તેની વાતો ઉપર ધ્યાન આપ્યું નહીં અને તેઓ આગળ વધતા રહ્યા. વિરોધી વ્યક્તિ પણ તેમની પાછળ-પાછળ જઇને ગાળો આપી રહ્યો હતો.

સ્વામીજી સાથે ચાલી રહેલાં બધા શિષ્યો તે વ્યક્તિના ખરાબ વ્યવહારથી પરેશાન થઇ રહ્યા હતાં, તેમણે જોયું કે સ્વામીજી બધા સાથે વાત કરતા-કરતા શાંતિથી આગળ વધી રહ્યા છે. વિરોધી વ્યક્તિને કોઇએ રોક્યો નહીં જેથી તે આઝાદ થઇ ગયો અને વધારે ખરાબ શબ્દો બોલવા લાગ્યો. તે અપશબ્દોની હદ પાર કરી રહ્યો હતો.

થોડીવાર પછી તે લોકો તે ગામની સીમા સુધી પહોંચી ગયાં, જ્યાં સ્વામીજી પ્રવચન આપવાના હતાં. તે ગામની સીમાએ સ્વામીજી રોકાયા અને તે વિરોધી વ્યક્તિને કહ્યું, જુઓ ભાઇ, તમે ખૂબ જ વિદ્વાન છો. શબ્દોનો ભંડાર તમારી પાસે છે. તે શબ્દોને અપશબ્દો બનાવીને તમે મને જેટલું બોલી શકતાં હતાં, તમે બોલી લીધું. મારે આ ગામમાં જવાનું છે. હવે તમે અહીં જ અટકી જાવ. કેમ કે, મારી પાછળ-પાછળ તમે આ ગામમાં જશો અને આ પ્રકારે મને અપશબ્દો કહેતા રહેશો તો સભા સ્થળમાં જે ભક્ત છે, તેઓ તમને દંડ આપશે અને હું તમને તે લોકોથી બચાવી શકીશ નહીં. મને તકલીફ થશે કે મારા કારણે તમારી જેવા વિદ્વાનને દંડ મળે. દંડ તમને મળશે અને પાપ મને લાગશે. એટલે તમે અહીં જ રોકાઇ જાવ અને પાછા ફરો. જે ભેટ તમે મને આપી છે, તે પણ તમારી સાથે પાછી લઇ જાવ.

વિવેકાનંદજીનો વ્યવહાર જોઇને તે વ્યક્તિ ચોંકી ગયો. તેને આવા વ્યવહારની આશા હતી નહીં. તે સ્વામીજીના પગમાં પડી ગયો અને તેમની માફી માંગવા લાગ્યો.

બોધપાઠ- સ્વામીજીએ તે વ્યક્તિને સમજાવ્યું કે કોઇની સાથે પણ ખરાબ કામ કરશો તો દંડ કેવો મળશે તેની જાણ થશે નહીં, કેમ કે કર્મોનું ફળ તો મળશે જ. એટલે બધા સાથે સન્માન સાથે વ્યવહાર કરો. સારા શબ્દોનો ઉપયોગ કરો. કોઇના માટે પણ ખરાબ વાત ન કરો.