વાર્તા- એકવાર સ્વામી વિવેકાનંદ ટ્રેનથી સફર કરી રહ્યા હતાં. તેઓ ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતાં. તેમની પાસે જ બે અંગ્રેજ આવીને બેસી ગયાં. અંગ્રેજોએ વિવેકાનંદને જોયા ત્યારે વિચાર્યું કે એક સાધુ આ ડબ્બામાં કેવી રીતે બેસી શકે છે.
અંગ્રેજ વિચારી રહ્યા હતાં કે આ સાધુ છે, વધારે અભ્યાસ કરેલો નહીં હોય. આપણી ભાષા જાણતો નહીં હોય. બંને અંગ્રેજ પોતાની ભાષામાં સાધુ-સંતોની અવગણના કરવા લાગ્યાં. તેઓ બોલી રહ્યા હતાં, ‘આ જે લોકો સાધુ બની જાય છે, તેઓ અન્યના રૂપિયે ફર્સ્ટ ક્લાસમાં બેસીને ફરે છે, આ લોકો ધરતી ઉપર ભાર છે.’ તેઓ સતત સાધુની અવગણના કરી રહ્યા હતાં, કેમ કે તેઓ એવું માની રહ્યા હતાં કે આ સાધુ આપણી વાત સમજી શકતો નથી, તેને ઇંગ્લિશ આવડતું નહીં હોય.
એક સ્ટેશન ઉપર રેલગાડી અટકી ત્યારે ગાર્ડ આવ્યો ત્યારે તેણે વિવેકાનંદજીને અંગ્રેજીમાં કોઇ વાત જણાવી. આ જોઇને બંને અંગ્રેજ હેરાન હતાં, તેમને લાગ્યું કે આ તો ફર્રાટેદાર અંગ્રેજી બોલી રહ્યા છે. તેમને શરમ આવી.
બંને અંગ્રેજોને આ વાતની જાણ હતી નહીં કે તે સ્વામી વિવેકાનંદ છે. બંનેએ સ્વામીજી પાસે માફી માંગી અને પૂછ્યું, ‘તમે અંગ્રેજી જાણો છો, અમે સતત તમારી અવગણના કરી રહ્યા હતાં ત્યારે તમે અમને કશું જ કહ્યું નહીં, આવું કેમ?’
સ્વામીજીએ કહ્યું, ‘તમારા જેવા લોકોના સંપર્કમાં રહીને તમારી ભાષા સાંભળતાં, તેની પ્રતિક્રિયાથી મને ઘણો ફાયદો થાય છે, મારી સહનશક્તિ વધારે નિખરે છે. તમારા પોતાના વિચાર છે, તમે જણાવી દીધા. મારો પોતાનો નિર્ણય છે કે મારે ધૈર્ય છોડવું જોઇએ નહીં. હું તમારા ઉપર ગુસ્સો કરું તો નુકસાન તમારું નહીં, મારું જ થાય.’
બોધપાઠ- જ્યારે કોઇ આપણી અવગણના કરે છે, ત્યારે આપણા ધૈર્યની પરીક્ષા થાય છે. ખરાબ વાતને સહન કરવાની શક્તિ આપણને અનેક સમસ્યાઓથી બચાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.