તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Swami Ramtirth, Inspirational Story About Positive Thinking

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:પોતાના દેશ, રાજ્ય, નગર, સંસ્થા કે પરિવાર માટે કોઇ ખરાબ વાત સાંભળો ત્યારે તેની પ્રતિષ્ઠા બચાવવા માટે તરત કોશિશ કરવી

8 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી રામતીર્થ નામના એક મહાન સંત હતાં. જ્યારે તે જાપાન ગયા ત્યારે ત્યાં એક દિવસ ટ્રેન દ્વારા યાત્રા કરી રહ્યા હતાં. તેમને ભૂખ લાગી રહી હતી. તે સમયે તેઓ માત્ર ફળ જ ખાતાં હતાં. એક સ્ટેશન ઉપર જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે તેઓ તરત નીચે ઉતર્યા અને સ્ટેશન ઉપર ફળ શોધવા લાગ્યાં, પરંતુ તેમને સારા ફળ મળ્યાં નહીં. જે ફળ ત્યાં વેચાઇ રહ્યા હતાં, તે સારા હતાં નહીં.

સ્વામીજી ફરીથી ટ્રેનમાં ચઢીને પોતાની જગ્યા ઉપર બેઠા ગયાં. તેમણે કહ્યું, લગભગ જાપાનમાં સારા ફળ મળતાં નહીં હોય.

આ વાત ત્યાં બેઠેલાં એક જાપાની યુવકે સાંભળી લીધી, પરંતુ તે ત્યારે કશું જ બોલ્યો નહીં.

બીજા સ્ટેશન ઉપર જ્યારે ટ્રેન ઊભી રહી ત્યારે જાપાની યુવક તરત સ્ટેશન ઉપર ઉતર્યો અને સારા ફળની એક ટોકરી લઇને આવ્યો. તેણે આ ટોકરી સ્વામીજીને આપી દીધી. સ્વામીજીને તે યુવક ફળ વેચનારો લાગ્યો. તેમણે યુવકને ફળના રૂપિયા આપવાની કોશિશ કરી, પરંતુ યુવકે કહ્યું, મારે તમારી પાસેથી રૂપિયા જોઇતાં નથી. હું બસ એટલું ઇચ્છું છું કે જ્યારે તમે પોતાના દેશ જાવ ત્યારે ત્યાં એવું કહેશો નહીં કે જાપાનમાં સારા ફળ મળતાં નથી.

સ્વામીજી તે યુવકની આ વાત સાંભળીને આશ્ચર્ય થઇ ગયાં. તેમને આ કિસ્સો ભારત આવીને અનેકવાર પોતાના શિષ્યોને સંભળાવ્યો. કેવી રીતે એક જાપાની યુવકે પોતાના દેશ માટે આટલો પ્રમાણિક થઇ શકે છે અને આટલું સારું વિચારી શકે છે.

બોધપાઠ- આપણે પણ પોતાના દેશ, રાજ્ય, શહેર, સંસ્થા અને ઘર-પરિવાર માટે પ્રમાણિક રહેવું જોઇએ. જ્યારે પણ કોઇ વ્યક્તિ તેના અંગે ખરાબ વાત જણાવે છે ત્યારે આપણે તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે તરત કોશિશ કરવી જોઇએ. જેથી વ્યક્તિના વિચારો બદલાઇ શકે અને આપણાં દેશ, ઘર-પરિવારની પ્રતિષ્ઠા બની રહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો