આજનો જીવનમંત્ર:જ્યારે પણ સ્વભાવમાં સાધુતા આવે છે ત્યારે વ્યક્તિનું મન શાંત થઈ જાય છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સિકંદર યૂનાનથી ભારત આવ્યાં અને તેમણે પોતાની વિજય યાત્રા પૂર્ણ કરી ત્યારે તેમનું ખૂબ જ મન હતું કે તેઓ ભારતથી કોઈ વસ્તુ લઈને પોતાના દેશ જાય, જેને જોઈને તેમની રાણીઓ અને તેમની પ્રજા પ્રસન્ન થઈ જાય.

સિકંદરે વિચાર્યું કે હું ભારતથી કોઈ સાધુને પોતાના દેશ લઈ જાવ, કેમ કે અહીંના સાધુઓ ખૂબ જ અનોખા હોય છે. જંગલમાં તેની નજર એક સાધુ ઉપર પડી, તે એક ચટ્ટાન ઉપર સૂતા હતાં.

સિકંદર તે સાધુ પાસે પહોંચ્યો ત્યારે થોડા લોકોએ સાધુને સૂચના આપી કે વિશ્વ વિજેતા અને દુનિયાના સૌથી મોટા સમ્રાટ સિકંદર મહાન અહીં આવ્યાં છે.

સિકંદર સાથે આવેલાં લોકોને થયું કે સાધુ ઊભા થઈને સમ્રાટનું સ્વાગત કરશે અને પૂછશે કે હું તમારી શું સેવા કરી શકું છું? પરંતુ સાધુ તો ત્યાં પડ્યાં રહ્યા અને બોલ્યાં, દુનિયા જીતીને શું કરી લેશો, આ યુદ્ધમાં કશું જ રાખ્યું નથી.

સિકંદરે કહ્યું, હું આ દુનિયા ઉપર રાજ કરીશ. મારી પાસે ખૂબ જ ધન-સંપત્તિ હશે.

સાધુએ કહ્યું, તે પછી શું કરશો?

સિકંદરે કહ્યું, તે પછી હું આરામથી રહીશ

સાધુએ કહ્યું, આટલો ઉપદ્રવ કરીને આરામ કરવા ઇચ્છો છો તો અમને જુઓ, અમે તો આરામથી જ રહીએ છીએ.

સાધુ એટલું કહીને બીજી બાજુ પડઘું ફરીને સૂઈ ગયાં. સિકંદરને થયું કે આ તો થોડું વધારે થઈ ગયું. સિકંદરે ગુસ્સામાં કહ્યું, જુઓ તમે અત્યારે પણ સમજી જાવ કે હું સિકંદર મહાન છું.

સાધુએ કહ્યું, હું પણ ડાયોજનીજ મહાન છું. તે ફરીકનું નામ ડાયોજનીજ હતું. સિકંદરને થયું કે આ કોઈ ખૂબ જ મહાન ફરીર છે. સિકંદરે કહ્યું, તમે તો મારી કોઈ સેવા કરી રહ્યાં નથી, કશું જ પૂછી રહ્યાં નથી. એટલે હું જ પૂછી લઉ છું તમારી શું સેવા કરી શકું છું?

સાધુએ કહ્યું, અત્યારે તો તમે અહીંથી દૂર જતા રહો. તમારા કારણે મારા સુધી સૂર્યનો પ્રકાશ પહોંચી રહ્યો નથી.

સિકંદરને સમજાઈ ગયું કે કોઈ સાધુને અહંકારથી જીતી શકાય નહીં.

બોધપાઠ- જ્યારે કોઈના જીવનમાં સાધુતા આવે છે એટલે જ્યારે કોઈ વ્યક્તિનો સ્વભાવ સાધુ જેવો થઈ જાય છે ત્યારે દરેક પરિસ્થિતિમાં ચિંતા મુક્ત રહે છે અને પ્રસન્ન રહે છે.