• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Sant Eknath, Significance Of Patience And Restraint

આજનો જીવનમંત્ર:જેમના સ્વભાવમાં સંયમ અને ધૈર્ય હોય છે, તેમને ગુસ્સો આવતો નથી

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત એકનાથજીના ઘરનો દરવાજો એક યુવકે ખખડાવ્યો. એકનાથજી તે સમયે પૂજા કરી રહ્યા હતાં ત્યારે તેમની પત્ની ગિરિજા બાઈએ દરવાજો ખોલ્યો.

દરવાજો ખુલતા જ તે યુવક ઘરમાં ઘૂસ્યો અને સીધો જઈને એકનાથજીના ખોળામાં બેસી ગયો. તેણે આવું એટલાં માટે કર્યું, કેમ કે થોડા લોકોએ તેની સાથે શરત લગાવી હતી કે જો તે એકનાથજીને ગુસ્સે કરશે તો તેને 200 રૂપિયા આપવામાં આવશે. તે સમયે 200 રૂપિયા ખૂબ જ મોટી રકમ હતી.

તે યુવકે વિચાર્યું કે હું એકનાથજીને ગુસ્સે કરીશ. તે જેવો એકનાથજીના ખોળામાં બેઠો એટલે તેને થયું કે એકનાથજી ગુસ્સે થઈ જશે, કેમ કે તે સમયે તેઓ પૂજા કરી રહ્યા હતાં.

એકનાથજીએ તે યુવકને કહ્યું, તમારો પ્રેમ જોઈને મારું મન પ્રસન્ન થઈ ગયું છે. તમે સીધા મારા ખોળામાં આવી ગયાં.

તે યુવકે વિચાર્યું કે હાલ તો તેમને ગુસ્સો આવ્યો નથી, મારે કોઈ અન્ય કોશિશ કરવી પડશે. તે યુવકે કહ્યું, મને ભૂખ લાગી છે.

એકનાથજીએ કહ્યું, હમણાં અમે ભોજન કરવા બેસીશું ત્યારે તમે પણ બેસજો.

બંને ભોજન કરવા બેસી ગયાં. એકનાથજીની પત્ની ગિરિજા બાઈ ભોજન લઈને આવી અને જેવું ભોજન પીરસવા માટે થોડી નમી ત્યારે તે યુવક તેમની પીઠ ઉપર ચઢી ગયો. તેને થયું કે હવે એકનાથજી ગુસ્સે થઈ જશે.

એકનાથજીએ કહ્યું, દેવી ધ્યાનથી, આ બાળક પીઠ ઉપરથી પડી જાય નહીં.

ગિરિજા બાઈએ હસીને કહ્યું, મારા દીકરા હરિને જ્યારે હું પીઠ ઉપર બેસાડતી હતી ત્યારે હું તેને નીચે પડવા દેતી નહીં, મને આ કામનો અભ્યાસ છે.

યુવક ગિરિજા બાઈની પીઠ પરથી નીચે ઉતર્યો અને પતિ-પત્ની પાસે માફી માગી. તેને સમજાઈ ગયું કે જેમના જીવનમાં સંયમ અને ધૈર્ય છે, તેમને ગુસ્સે કરવા મુશ્કેલ છે.

બોધપાઠ- જો આપણે આપણાં ગુસ્સા ઉપર નિયંત્રણ કરવા ઇચ્છિએ છીએ તો આપણે ધૈર્ય અને સંયમનો સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ.