આજનો જીવનમંત્ર:ક્યારેય પોતાના ઘરમાં ગુસ્સો કરવો જોઈએ નહીં, નહીંતર સંબંધ ખરાબ થઈ શકે છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચારેય બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. આ ચારેય પાંચ વર્ષના બાળકોની જેમ જોવા મળતાં હતાં અને હંમેશાં પરમાત્માનું ધ્યાન કરતા અને ફરતા રહેતાં હતાં. તેમની દરેક ક્ષણ ભગવાનના ચિંતનમાં પસાર થતી હતી. અનેક મોટા-મોટા લોકોને તેમણે કથાઓ સંભળાવી, ભાગવત ગ્રંથનું જ્ઞાન આપ્યું. તેમની પાસે જો કોઈ આવી જાય તો તેને મોટી તૃપ્તિ મળતી હતી.

એકવાર આ ચારેય સાથે એક ગડબડ થઈ ગઈ. આ લોકોએ વૈકુંઠની યાત્રા કરી. જ્યારે આ લોકો વૈકુંઠ પહોંચ્યા ત્યારે ત્યાંના દ્વારપાળ જય-વિજયે તેમને બહાર જ રોક્યાં. જય-વિજયે વિચાર્યું કે આ ચાર નાના બાળકો રમતા-રમતા અહીં કઈ રીતે આવ્યાં હશે? જય-વિજયે ચારેય બાળકો ઉપર ગુસ્સો કરીને કહ્યું, આ ભગવાનનું ધામ છે. અહીંના થોડા નિયમ છે, થોડા કાયદા છે. ચલો ભાગો અહીંથી.

ચારેય સનકાદિ ઋષિઓએ જય-વિજયને કહ્યું, તમે ભગવાનના દ્વારપાળ છો. અમને નિયમ સમજાવી રહ્યા છો અને તમે પોતે જ નિયમ ભૂલી ગયા છો. મર્યાદા, વિનમ્રતા આ તમારામાં હોવી જોઈએ. તમે આ જગ્યા માટે યોગ્ય નથી. અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે ઉપરથી નીચે પડી જશો અને આવનાર જન્મમાં રાક્ષસ બનશો.

જય-વિજય તો રાક્ષસ બની ગયાં, પરંતુ જ્યારે ભગવાનને આ વાતની જાણ થઈ ત્યારે તેમને થયું કે મારા દ્વારે સંતોનું અપમાન થયું છે. ભગવાન વિષ્ણુ તેમની પાસે પહોંચ્યા અને આ ચારેયની માફી માગી. આ ચારેય ઋષિઓએ વિષ્ણુજીને કહ્યું, તે સમયે અમને પણ ગુસ્સો આવી ગયો હતો.

વિષ્ણુજી બોલ્યાં, તે લોકોનો શું દોષ છે કે તેમનો અહંકાર ગયો નહીં અને તમને સ્વર્ગના દ્વારા ઉપર ગુસ્સો આવી જાય એ પણ વિચારવાની વાત છે, આ સાત્વિક અહંકાર જ છે.

બોધપાઠ- સફળતા વ્યક્તિનું દિમાગ ખરાબ કરી દે છે, આ વાત યોગ્ય છે. ક્યારેક-ક્યારેક સારા કામ પણ સૂક્ષ્મ અહંકાર પેદા કરી શકે છે. આ અહંકાર ગુસ્સાના સ્વરૂપમાં બહાર આવે છે. જે પ્રકારે સ્વર્ગના દ્વાર ઉપર ગુસ્સો કરવો જોઈએ નહીં, ઠીક તેવી જ રીતે પોતાના ઘરમાં પણ ગુસ્સે થવું જોઈએ નહીં, નહીંતર સંબંધ ખરાબ થઈ શકે છે. મોટા-મોટા સંત મહાત્માઓને ગુસ્સો આવી જાય છે, કેમ કે આ સાત્વિક અહંકાર છે. આપણે આપણો અહંકાર દૂર કરવાની કોશિશ કરવી જોઈએ.