તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:સારું કામ કરી રહ્યા છો તો આલોચનાઓ ઉપર ધ્યાન આપવું જોઇએ નહીં, માત્ર પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરવું

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રવિન્દ્રનાથ ટાગોર મહાન કવિ હતાં અને તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ સારું હતું. તેઓ જે પણ કામ કરતાં હતાં, તેને તપસ્યા માનીને કરતાં હતાં. પોતાના કામમાં સંપૂર્ણ રીતે ડૂબી જતાં હતાં.

ટાગોરના સારા કામથી અને તેમની પ્રસિદ્ધિની ઈર્ષ્યા કરનાર લોકો પણ વધારે હતાં. થોડા લોકોએ યોજના બનાવીને સમાજમાં ટાગોરની આલોચના કરવાનું શરૂ કરી દીધું. આ વાતો ટાગોર સુધી પણ પહોંચી રહી હતાં કે લોકો તેમની આલોચના કરી રહ્યાં છે. ક્યારેક-ક્યારેક તો લોકો તેમની સામે જ અપમાનજનક શબ્દો કહી દેતાં હતાં, પરંતુ ટાગોર કોઇનો વિરોધ કરતાં નહીં. આલોચકોનો સામનો હસીને કરતાં હતાં. તેઓ આવી વાતોથી પ્રભાવિત થતાં નહીં અને પોતાના કામમાં ધ્યાન આપતાં હતાં.

એક દિવસ પ્રસિદ્ધ નવલકથાકાર શરતચંદ્રજીએ ટાગોરને કહ્યું, આ તમારી આલોચના અને નિંદા થઇ રહી છે, આ સાંભળીને અમને સારું લાગતું નથી. તમે કહો તો આપણે તેનો વિરોધ કરીએ. આ બધા જ લોકોને બોધપાઠ ભણાવીશું.

ટાગોરે કહ્યું, આ કામ મારાથી થઇ શકશે નહીં. નિંદા કરનાર લોકોનું પોતાનું એક સ્તર છે અને મારું પોતાનું પણ એક સ્તર છે. હું નીચે ઉતરીને તેમના સ્તર સુધી જઇ શકીશ નહીં. અને તેમને પણ તેઓનું સ્તર છોડવાની સલાહ આપીશ નહીં. શું ફરક પડે છે? જો આપણે મોટા કામ કરવા માગીએ છીએ તો આપણે આવી વાતોને નજરઅંદાજ કરતાં આવડવું જોઇએ. તમે પણ આ વાતો મગજમાંથી કાઢી લો.

બોધપાઠ- રવિન્દ્રનાથ ટાગોરજીએ બોધપાઠ આપ્યો કે જ્યારે આપણે મોટું કામ કરવું હોય તો પોતાની ઊર્જા ખરાબ વાતો કરતાં લોકો ઉપર ખર્ચ કરવી જોઇએ નહીં. આપણી ઊર્જાને સારું કામ કરવા પાછળ ખર્ચ કરવી જોઇએ. મોટું કામ કરનાર લોકોની જ તો નિંદા થાય છે. એટલે આ વાતો ઉપર ધ્યાન આપવાથી કોઇ લાભ નથી. માત્ર તમારા કામ ઉપર જ ફોકસ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો