વાર્તા- શ્રીરામ રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફરી રહ્યા હતાં. અયોધ્યાના લોકો 14 વર્ષથી શ્રીરામની રાહ જોઈ રહ્યા હતાં. ખાસ કરીને ભરતજી નંદી ગ્રામમાં વૈરાગી વેશમાં રહેતાં હતાં અને એક-એક દિવસની ગણતરી કરી રહ્યાં હતાં. છેલ્લાં દિવસે પણ તેઓ વિચાર કરી રહ્યા હતાં, ક્યારે રામ આવશે?
રામજીએ હનુમાનજીને બ્રાહ્મણના વેશમાં ભરત પાસે મોકલ્યાં. તેમણે ભરતની સ્થિતિ જોઈ, સમજી અને તેમને સૂચના આપી કે રામ જલ્દી જ અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે ભરતજીએ બ્રાહ્મણને પૂછ્યું કે તમે કોણ છો?
હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો. ત્યારે ભરતજીએ કહ્યું, આટલી શુભ સૂચના તમે મને આપી છે, તમે જણાવો હું તમારા માટે શું કરી શકું?
ભરતજીએ હનુમાનજીને પૂછ્યું, શું રામ મને યાદ કરતાં હતાં? આવી અનેક વાતો ભરતજીએ પૂછી. હનુમાનજીએ બધી વાતોનો ઉત્તર આપ્યો, શ્રીરામ તમને ખૂબ જ યાદ કરે છે અને જલ્દી જ તમારી પાસે આવી રહ્યા છે.
શ્રીરામજીએ હનુમાનજીને ભરત પાસે વર્તમાન સ્થિતિની જાણકારી લેવા માટે મોકલ્ય હતાં. શ્રીરામજીને ભરત ઉપર શંકા હતી નહીં, પરંતુ સમય ઘણું બદલી શકે છે, વ્યક્તિની ભાવનાઓ પણ બદલાઈ શકે છે. વ્યવહારિક દૃષ્ટિકોણ એ જ છે કે કોઈ પ્રિય વ્યક્તિ સાથે ઘણાં દિવસો પછી મળી રહ્યા હો ત્યારે તેની વર્તમાન સ્થિતિની જાણકારી આપણને હોવી જોઈએ.
બોધપાઠ- આ કથા દ્વારા આપણને બે વાત સમજાય છે. પહેલી, જો કોઈ પ્રિય વ્યક્તિને ઘણાં દિવસો પછી મળી રહ્યા છો તો તેના અંગે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ. બીજી વાત, જ્યારે કોઈ વ્યક્તિ આપણને શુભ સમાચાર આપે ત્યારે કોઈને કોઈ ભેટ તેમને જરૂર આપવી જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.