આજનો જીવનમંત્ર:જો આપણી પાસે ધન નથી તો અન્ય લોકોને પ્રસન્નતા તો વહેંચી જ શકીએ છીએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ ચાલી રહ્યો હતો. તેઓ જંગલમાં ફરી રહ્યાં હતાં. અનેક વિષયો ઉપર લક્ષ્મણ અને સીતાજી સાથે શ્રીરામ વાતો કરતા હતાં. વનમાં જ્યાં કોઈપણ ઋષિઓના આશ્રમ જોવા મળતા હતાં, ત્યાં તેઓ જતાં હતાં.

એકવાર સાધુ-સંતો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે જાણ થયું કે બધા સાધુઓ રાક્ષસોથી ખૂબ જ પરેશાન છે. રસ્તામાં શ્રીરામ અનેક રાક્ષસોને મારી પણ ચૂક્યાં હતાં. રાક્ષસ ઋષિ-મુનિઓને શાંતિથી રહેવા દેતાં નહીં.

શ્રીરામજીએ આશ્રમમાં બધાને કહ્યું, હું સંકલ્પ લઈ રહ્યો છું કે હું રાક્ષસોનો વધ કરીશ અને તમારા જીવનમાં શાંતિ આવશે.

બધા જ ઋષિ-મુનિ એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં કે જ્યાં-જ્યાં રામ જાય છે, ત્યા સુખ વહેંચે છે. શ્રીરામ પાસે કોઈને આપવા માટે કશું જ નથી. જે વ્યક્તિ રાજા બનવાનો હતો, જેમનું રાજતિલક થવાનું હતું, તે 14 વર્ષ માટે વનવાસી બની ગયાં.

શ્રીરામજીએ વિચાર્યું કે મારી પાસે સેના નથી, ધન નથી, એટલે એ તો હું વહેંચી શકું નહીં. પરંતુ હું લોકોને સુખ અને શાંતિ આપીશ. આ 14 વર્ષ સુધી તેમણે આ જ કર્યું.

બોધપાઠ- જો આપણી પાસે કોઈ ભૌતિક સાધન નથી તો આપણે કોઈને શાંતિ તો આપી જ શકીએ છીએ. અન્ય લોકોને શાંતિ ત્યારે આપી શકીએ છીએ, જ્યારે આપણે જાતે ખુશ રહીએ છીએ. અભાવમાં પણ ઘણું આપી શકાય છે, કંઇ નહીં તો સુખ તો આપી જ શકીએ છીએ.