તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઈ આદેશનું પાલન કરવાનું હોય તો પરિસ્થિતિ જોઈને કામમાં થોડો ફેરફાર પણ કરી શકો છો

23 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં સુગ્રીવે બે રાજકુમારોને આવતા જોયાં. તે બે રાજકુમાર રામ અને લક્ષ્મણ હતાં. સુગ્રીવ પોતાના મોટા ભાઈ વાલીથી ખૂબ જ ગભરાતો હતો, કેમ કે વાલી તેમને મારવા ઇચ્છતો હતો. સુગ્રીવ પોતાના થોડા વાનર સાથીઓ સાથે ઋૃષ્યમૂક પર્વત ઉપર રહેતો હતો.

બંને રાજકુમારોને જોઈને સુગ્રીવને થયું કે તેમને વાલીએ મોકલ્યા છે. સુગ્રીવે તેના મંત્રી હનુમાનને કહ્યું, જઈને જુઓ, તે બે રાજકુમાર કોણ છે? તમે એક બ્રહ્મચારીના વેશ ધારણ કરીને જાવ. જો તે બંનેને વાલીએ મોકલ્યા હોય તો અમને સંકેત કરી દેજો, અમે અહીંથી ભાગી જઈશું.

હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રામ અને લક્ષ્મણ સામે પહોંચી ગયાં.

આ વાર્તામાં એક સવાલ સામે આવે છે કે રાજાનો આદેશ હતો બ્રહ્મચારી બનીને જાવ અને હનુમાનજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો તો શું તે આદેશની અવહેલના છે?

જોકે, હનુમાનજીનો આ નિર્ણય આપણને સમજાઈ રહ્યો છે કે જ્યારે પણ કોઈ આદેશનું પાલન કરવાનું હોય તો આપણાં વિવેકનો પણ ઉપયોગ કરવો જોઈએ. અજાણ્યા વ્યક્તિને મળવા હનુમાનજી જઈ રહ્યા હતાં, તે સમયે બ્રાહ્મણોનું ખૂબ જ માન-સન્માન થતું હતું. હનુમાનજીને થયું કે સામે જો કોઈ દુશ્મન પણ હશે તો બ્રાહ્મણને જોઈને એકદમ પ્રહાર કરશે નહીં.

બોધપાઠ- જ્યારે પણ આપણને કોઈનો આદેશ મળે ત્યારે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. પરિસ્થિતિ જોઈને કામમા થોડોપણ ફેરફાર કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કોઈ નિયમ તોડવો જોઈએ નહીં.