તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જેઓ નિઃસ્વાર્થ પ્રેમ કરી શકે છે, તેઓ ભક્તિ પણ કરી શકે છે

2 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાનુજ વૈષ્ણવ સંપ્રદાયના ખૂબ જ મોટા આચાર્ય હતાં. તેમની પરંપરામાં આગળ જે શિષ્ય હતા, તેમાં કબીરદાસ પણ સામેલ હતાં. ક્યારેક રામાનુજ એવી વાતો બોલી દેતા હતા કે સાંભળનાર વ્યક્તિ આશ્ચર્ય રહી જતો હતો.

એક દિવસ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ રામાનુજ પાસે આવ્યો અને તેમણે કહ્યું, હું તમને મારા ગુરુ બનાવવા ઇચ્છુ છું. તમે મને કોઇ મંત્ર આપો.

રામાનુજ બોલ્યા, આવ્યા છો તો મંત્ર અવશ્ય જ આપીશ, પરંતુ પહેલા મને એ જણાવો કે શું તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે?

તે વ્યક્તિએ કહ્યું, પ્રેમ તો બંધન છે અને હું તો દુનિયાદારી છોડવા ઇચ્છું છું

રામાનુજે કહ્યું, છોડો દુનિયાદારી. તમે ક્યારેય કોઇ સ્ત્રી સાથે, માતા-પિતા સાથે, ભાઈ-બહેન સાથે કે કોઇ મિત્ર સાથે પ્રેમ કર્યો છે?

વ્યક્તિએ કહ્યું, નહીં, હું પ્રેમને માનતો નથી, કેમ કે જો હું પ્રેમ કરવા લાગીશ તો હું બંધાઈ જઈશ. મારા મનમાં અનેક કલ્પનાઓ જાગી જશે. એટલે બધું જ છોડવા ઇચ્છું છું. ત્યારે જ તો તમારો શિષ્ય બનવા અહીં આવ્યો છું.

રામાનુજે કહ્યું, જો તમે કોઇને પ્રેમ કરી શકતા નથી તો ભક્તિ પણ કરી શકશો નહીં, કેમ કે પ્રેમનો વિસ્તાર રૂપ ભક્તિ છે અને પ્રેમને દૂર કરવો વાસના છે. વાસના તો તમારી અંદર જાગતી જ રહેશે, આવી સ્થિતિમા તમે ભક્તિ કઈ રીતે કરી શકશો. પ્રેમ એક સ્વભાવ છે, તેમાં શરીર દેખાતું નથી. તેમા આત્મા જોવામાં આવે છે. એટલે જેઓ પ્રેમ કરે છે, તે ભક્તિ કરી શકે છે.

બોધપાઠ- આજના સમયમાં રામાનુજનો આ બોધપાઠ કામ આવે છે. આજે ઘણાં લોકોનો પ્રેમ માત્ર શરીર સુધી જ રહે છે. જે લોકો સાચો પ્રેમ કરવા ઇચ્છે છે, તેમને એકબીજાના શરીરથી નહીં, પરંતુ આત્મા સાથે પ્રેમ કરવો જોઈએ. આજે લોકોની વચ્ચે નિઃસ્વાર્થ પ્રેમ નથી, એટલે જ ઘર-પરિવારમાં ક્લેશ રહે છે. જો પરિવારનો ક્લેશ દૂર કરવો હોય અને સમાજમાંથી ભેદભાવ દૂર કરવો હોય તો પ્રેમને સમજવો પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો