તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Raja Ambrish, Inspirational Story About Earning Money

આજનો જીવનમંત્ર:જો આપણે આપણાં રૂપિયાના ભાગલા યોગ્ય રીતે કરીશું તો મહેનત કરતી સમયે પણ પ્રસન્ન રહીશું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- પ્રાચીન સમયમાં અંબરીષ નામનો એક રાજા હતો. તે ખૂબ જ વિદ્વાન, તપસ્વી અને શાસ્ત્રોનો જાણકાર હતો. તેમના જીવનથી બધા લોકો કોઇને કોઇ પ્રેરણા જરૂર લેતાં હતાં, પરંતુ એક દિવસ અંબરીષે દરબારના બધા લોકોને જણાવ્યું, મેં મહેનત કરી રહેલાં એક ખેડૂત પાસેથી ખૂબ જ મોટી વાત શીખી.

મેં જોયું કે ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો છે, આકરી મહેનત કરી રહ્યો છે, પરંતુ તેના હાવ-ભાવ અને તેમના ચહેરાથી એવું જોવા મળી રહ્યું હતું કે તે ખૂબ જ શાંત છે. તેના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી રહી હતી. કામ કરતી સમયે તે ભક્તિમાં ભજન પણ ગાઇ રહ્યો હતો. તે ખેડૂતની શાંતિ જોઇને હું આશ્ચર્ય પામ્યો હતો. મેં ખેડૂતને આ શાંતિ અને પ્રસન્નતાનું કારણ પૂછ્યું.

ખેડૂતે જણાવ્યું કે હું મહેનત કરીને ધન પ્રાપ્ત કરું છું અને મારી કમાણીના ચાર બરાબર ભાગ કરું છું. ઉદાહરણ તરીકે જો હું દસ રૂપિયા કમાવું છું તો તેમાંથી અઢી-અઢી રૂપિયાના ચાર ભાગ કરું છું. એક ભાગ મારા માતા-પિતા માટે, બીજો ભાગ મારા બાળકો માટે, ત્રીજો ભાગ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે અને ચોથા ભાગમાં હું અને મારી પત્ની પોતાનું ઘર ચલાવીએ છીએ. આ ભાગલા પાડતી સમયે મને સહેજ પણ તણાવ રહેતો નથી.

બોધપાઠ- કમાયેલા ધન સાથે તણાવ આવે છે. આ તણાવને દૂર કરવા માટે આપણે ધનના ભાગલા યોગ્ય રીતે કરીશું, યોગ્ય જગ્યાએ રૂપિયા ખર્ચ કરીશું તો મનમાં શાંતિ જળવાયેલી રહેશે. આ વાતનું ધ્યાન રાખીશું તો રૂપિયા કમાતી સમયનો તણાવ ખર્ચ કરતી વખતે દૂર થઇ જશે.