તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:તમારી સફળતા અને યોગ્યતા ઉપર અહંકાર ન કરો, ઘમંડના કારણે યોગ્યતા ઘટવા લાગે છે

10 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- નારદ મુનિ હિમાલયની તળેટીમાં ધ્યાન કરી રહ્યા હતાં. તેઓ ધ્યાનમાં એટલાં ઊંડા ઉતરી ગયા કે દેવરાજ ઇન્દ્રને બીક લાગી. ઇન્દ્રએ વિચાર્યું કે નારદ મુનિ આવી રીતે જ ધ્યાન કરતા રહેશે તો મારાથી પણ વધારે પુણ્યાત્મા બની જશે.

દેવરાજ ઇન્દ્રએ કામદેવને નારદની તપસ્યા ભંગ કરવા માટે મોકલી દીધા. કામદેવે ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેઓ નારદ મુનિનું તપ ભંગ કરી શક્યા નહીં. જ્યારે નારદજીએ જોયું કે મેં કામદેવને પરાજિત કરી દીધા છે ત્યારે નારદ પોતાની જ પ્રશંસામાં ડૂબી ગયાં.

આ ઘટના પછી નારદ મુનિ બધાને કહી રહ્યા હતાં, મેં કામદેવને જીતી લીધા છે. કામ ઉપર મેં ગુસ્સો કર્યો નહીં ત્યારે મેં ગુસ્સાને પણ જીતી લીધો. ઇન્દ્રની સંપત્તિ જોઇતી નથી, મેં તો લોભને પણ જીતી લીધો છે.

નારદ મુનિ એક દિવસ કૈલાશ પર્વત પહોંચી ગયાં. ત્યાં પણ તેમણે શિવજી સામે પોતાના ગુણગાન કર્યા અને કહ્યું, મેં કામને જીતી લીધા છે.

શિવજીએ હસીને કહ્યુ, તમારા મુખથી લોકો રામકથા સાંભળવા ઇચ્છે છે, પરંતુ તમે તો સતત કામકથા સંભળાવી રહ્યા છો. નારદ તમે મને તો આ બધું જણાવી દીધું, પરંતુ વિષ્ણુજીને આ વાતો કહેશો નહીં.

કોઇને પણ કોઈ ચોક્કસ કામ કરવા માટે ના પાડો ત્યારે તે વ્યક્તિ તે કામ જરૂર કરે છે. નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયાં. વિષ્ણુજી સામે પણ નારદ પોતાના ગુણગાન ગાવા લાગ્યાં.

વિષ્ણુજી સમજી ગયા કે નારદ મુનિને અહંકાર થઇ ગયો છે. તેમણે પોતાની માયાથી નારદ મુનિનો ઘમંડ તોડી નાખ્યો.

બોધપાઠ- તપસ્યા કરવી, પરિશ્રમ કરવો, સફળતા પ્રાપ્ત કરવી સારી વાત છે, પરંતુ સફળ થયા પછી અહંકારી ન બનો. જે લોકો પોતાની સફળતા ઉપર અહંકાર કરવા લાગે છે, તેમની યોગ્યતા ઓછી થવા લાગે છે. તમારી યોગ્તામાં વધારો કરવા માટે સ્વભાવમાં વિનમ્રતા વધારવી જોઇએ. નારદ મુનિ જેવા સંતને અહંકાર થઇ ગયો ત્યારે ભગવાને તેમનો પણ અહંકાર તોડી નાખ્યો, આપણે તો મનુષ્ય છીએ, આપણે સાવધાન રહેવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો