આજનો જીવનમંત્ર:એક નાનો અવગુણ આપણું જીવન ખરાબ કરી શકે છે, ખરાબ કાર્યોથી બચવું

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાવીર સ્વામી પ્રવચન આપી રહ્યા હતાં અને બધા શિષ્યો સાંભળી રહ્યા હતાં. શિષ્ય પ્રશ્ન પૂછી રહ્યા હતાં અને મહાવીરજી ઉત્તર આપી રહ્યા હતાં. ત્યારે કોઈએ એક પ્રશ્ન પૂછ્યો કે વ્યક્તિ ક્યારે પોતાના આચરણથી ખરાબ બને છે? કેવા કામ છે, જેના કારણે વ્યક્તિનું પતન થઈ જાય છે? કોઈ એક કામ છે કે અનેક કામ છે. કૃપા કરીને તેની વ્યાખ્યા આપો.

મહાવીર સ્વામીએ કહ્યું, હું ઉત્તર આપું, તે પહેલાં તમે ઉત્તર આપો. કોઈ શિષ્યએ કહ્યું કે અહંકાર પતનનું સૌથી મોટું કારણ છે, કોઈ બોલ્યું કામવાસનાના કારણે બધું જ બરબાદ થઈ જાય છે. કોઈએ લોભને મોટો અવગુણ બતાવ્યો તો કોઈએ ગુસ્સાને.

મહાવીરજીએ કોઈની વાતોને વચ્ચે અટકાવી નહીં, પરંતુ એક વાત પૂછી. જો આપણી પાસે એક કમંડળ છે, તેમાં પાણી ભરો અને તેને નદીમાં છોડી દેશો તો શું તે ડૂબી જશે?

શિષ્યોએ કહ્યું કે જો કમંડળનો આકાર યોગ્ય છે તો તે ડૂબશે નહીં, તરશે.

મહાવીરજીએ પૂછ્યું, જો તેમાં કાણું હોય તો?

શિષ્યોએ કહ્યું, તો તે ડૂબી જશે.

મહાવીરજીએ કહ્યું, કાણું મોટું હોય કે નાનુ, શું તેનાથી કોઈ ફરક પડશે?

શિષ્યએ કહ્યું, જો કાણું નાનું હશે તો કમંડળ થોડીવાર પછી ડૂબશે અને કાણું મોટું હશે તો જલ્દી ડૂબી જશે.

મહાવીરજીએ ફરી પૂછ્યું, કાણું જો જમણી બાજું હશે તો ઓછો ફરક પડશે કે ડાબી બાજુ હશે તો વધારે ફરક પડશે.

બધા શિષ્યોએ કહ્યું, કાણું કોઈપણ જગ્યાએ હોય, કમંડળ ડૂબશે જ.

મહાવીરજીએ કહ્યું, બસ આ જ વાત છે, આ આપણું શરીર એક કમંડળ જેવું છે અને અવગુણ તે કાણા હોય છે. જો અવગુણ નાના હશે તો પણ આપણું જીવન બરબાદ થઈ શકે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, નશો, ઈર્ષ્યા જેવા અવગુણથી બચવું.

બોધપાઠ- જો કોઈ અવગુણ આપણાં સ્વભાવમાં આવી જાય તો આપણું પતન થઈ શકે છે. ધ્યાન રાખો કે એક નાનું ખરાબ કામ આપણાં આખા જીવનની તપસ્યા ઉપર કલંક લગાવી શકે છે.