વાર્તા- મહાત્મા ગાંધીના બાળપણ સાથે જોડાયેલો કિસ્સો છે. બાળક મોહનદાસને નાની-નાની વાતોમાં ખૂબ જ બીક લાગતી હતી. એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય અને જો અંધારું હોય તો મોહનદાસ જઈ શકતાં નહોતાં.
એક દિવસ પોતાના જ ઘરમાં મોહનદાસને રૂમમાંથી બહાર જવાનું હતું અને તેઓ પોતાના પગ રૂમમાંથી બહાર કાઢી શક્યા નહીં, તેમને એવું લાગ્યું કે બહાર ભૂત છે અને જેવો હું બહાર જઈશ, ભૂત મને પકડી લેશે. તેમના ચહેરા ઉપર પરસેવો આવી ગયો. તેઓ વિચારવા લાગ્યા કે પગ બહાર કાઢું કે નહીં.
તે સમયે દરવાજાની બહાર એક યુવતી ઊભા હતાં, જેમનું નામ રંભા હતું. રંભાએ પૂછ્યું, મોહનદાસ, દીકરા શું વાત છે?
મોહનદાસે કહ્યું, મને બીક લાગે છે, એવું લાગે છે કે ભૂત મને પકડી લેશે.
રંભાએ કહ્યું, જો બીક લાગે છે તો રામનું નામ લો.
મોહનદાસે રામ નામનું સ્મરણ કર્યું અને રૂમમાંથી પગ બહાર કાઢીને ડર્યા વિના જતાં રહ્યાં. જ્યારે તે બાળક મોટું થયું ત્યારે સંસાર તેમને મોહનદાસ કરમચંદ ગાંધીના નામથી જાણવા લાગ્યાં.
ગાંધીજી કહેતાં હતાં, મારા માટે રામ નામ આત્મવિશ્વાસનો આધાર બની ગયું છે.
એક મહિલાએ ગાંધીજીને ખૂબ જ મોટું સૂત્ર આપ્યું હતું.
બોધપાઠ- જો આપણે આપણાં બાળકોને નિર્ભય બનાવવા છે, તેમનો આત્મવિશ્વાસ જગાડવો છે તો તેમને ઈશ્વર સાથે સમય રહેતાં જોડી દેવા જોઈએ. ઈશ્વર અંધવિશ્વાસ નથી, આત્મવિશ્વાસનું બીજું નામ છે. ઈશ્વરના નામમાં પણ મંત્ર જેવી શક્તિ હોય છે. મંત્ર શક્તિ જ્યારે આપણાં શરીરમાં ઉતરે છે ત્યારે થોડા એવા હોર્મોનલ ફેરફાર આવે છે, જેના દ્વારા આપણે નિર્ભય બની જઈએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.