તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- મહાત્મા ગાંધી યાત્રા ખૂબ જ કરતાં હતા અને આ દરમિયાન તેઓ પોતાના સંબંધીઓને ત્યાં રોકાવાનું પસંદ કરતાં હતાં. તેમના પ્રમાણે જ્યારે આપણે કોઇના ઘરે રોકાઇએ છીએ ત્યારે પોતાનાપણું વધે છે. થોડી વાતો આપણે તેમની પાસેથી શીખીએ છીએ અને થોડી વાતો તે લોકો શીખે છે. એકવાર ગાંધીજી જવાહરલાલ નહેરૂ સાથે ઇલાહાબાદના આનંદ ભવનમાં રોકાયા હતાં.
એક દિવસ સવારના સમયે જ્યારે ગાંધીજી જાગ્યા ત્યારે તેઓ લોટામાં પાણી લઇને હાથ-મો ધોઇ રહ્યા હતાં. આ દરમિયાન તેઓ નહેરૂજી સાથે વાત પણ કરી રહ્યા હતાં, કેમ કે તેમની આદત હતી કે તેઓ કામ કરતી-કરતી સમયે વાતો પણ કરતાં હતાં. તેમના લોટાનું પાણી ખતમ થઇ ગયું, પરંતુ તેઓ પોતાનું મો યોગ્ય રીતે ધોઇ શક્યાં નહીં. આ વાતથી અસહજ થઇ ગયા અને તેમણે વાત કરવાનું બંધ કરી દીધું.
જ્યારે ગાંધીજી ચૂપ રહ્યા ત્યારે નહેરૂજી તેમને જોઇને સમજી ગયા કે પાણી ખતમ થઇ ગયું છે અને તેમનું મો ધોવાનું કામ અધૂરું રહી ગયું છે. નહેરૂજીએ કહ્યું, શું વાત છે બાપૂ, તમે એકદમ અસહજ થઇ કેમ થઇ ગયા? ગાંધીજીએ જવાબ આપ્યો, તમારી સાથે વાત કરતી સમયે હું એટલો ખોવાઇ ગયો કે પાણી ખતમ થઇ ગયું છે તેની મને જાણ થઇ નહીં અને મારું આ કામ અધૂરું રહી ગયું.
નહેરૂજીએ હસતા-હસતા કહ્યું, અહીં તો ગંગા વહી રહી છે, યમુના નદી છે. પાણીની કોઇ ખોટ નથી. એટલે તમે ઇચ્છો તેટલાં લોટા પાણી લઇ લો.
ગાંધીજી બોલ્યા, આ બંને નદીઓ માત્ર મારા માટે વહેતી નથી. આ નદીઓ જ નહીં, પરંતુ દેશનું જેટલું પાણી છે, તે અનેક લોકોના કામ આવશે. આપણો આવો વિચાર હોવો જોઇએ. હું કોઇપણ કામ માટે એક લોટો વધારે લઉ તો હું આપણાં દેશના અનેક લોકોના હકનું પાણી લઇ રહ્યો છું.
નહેરૂજીને તે દિવસ થયું કે બાપૂ કેટલું ઊંડાણપૂર્વક વિચારે છે.
બોધપાઠ- પાણી અને અન્ય વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ સાવધાની સાથે કરવો જોઇએ. ગાંધીજીની આ વાત આજે પણ લાગૂ થાય છે. આજે પાણી બચાવવું એક પૂજા જેવું છે. જો આપણે હાલ પાણીનો બચાવ કરીશું નહીં તો હવે પછીનું વિશ્વ યુદ્ધ પાણી માટે જ થશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.