• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Mahatma Gandhi, We Should Focus On Good Things Only

આજનો જીવન મંત્ર:આપણે દોષ તો તમામ વાતોમાં શોધી શકીએ છીએ, પરંતુ આપણે માત્ર સારા ગુણો પર જ ધ્યાન આપવું જોઈએ

પંડિત વિજયશંકર મહેતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા: મહાત્મા ગાંધી ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત માનસની પ્રશંસા કરતા હતા. તેમની પાસે એક વખત એવા પત્ર આવ્યા જેમાં આ ગ્રંથ વિપરિત ટિપ્પણીઓ હતી.

પત્રોમાં લોકોએ આરોપ લગાવ્યા હતાકે રામ ચરિત માનસમાં નારિ જાતિનું અપમાન કરવામાં આવ્યું છે તેમાં અંધવિશ્વાસની વાતો લખેલી હતી. બાલિ વધ, વિભિષણનો દગો જેવા વિષય પર પત્ર લખનારે ગાંધીજીને કહ્યું કે જે સાહિત્યમાં આટલા દોષ છે તેને તમે સર્વોત્તમ ગણાવો છો.

ગાંધીજીએ આ પત્રોનો જવાબ આપતા કહ્યું કે, 'જો આપણે સમીક્ષા કરવા બેસીશું તો રામ ચરિત માનસ દોષોનો ટોપલો બની જશે.'

ગાંધીજીએ ઉત્તરમાં એક ઉદાહરણ આપતા લખ્યું કે, 'એક સારો ચિત્રકાર હતો તેની પણ ઘણી આલોચના થતી હતી. તેણે વિચાર્યું કે તેની આલોચનાનો જવાબ તે કેવી રીતે આપી શકે છે. ઘણા વિચારો બાદ તેણે એક એક્ઝિબિશન કર્યું અને તેમાં એક સુંદર ચિત્ર રાખ્યું. તે ચિત્રની નીચે ચિત્રકારે લખ્યું કે જે વ્યક્તિને આ ચિત્રમાં ભૂલ જણાય તો તે ભૂલવાળી જગ્યાએ કલમથી તેને રંગી દે. તેનું પરિણામ એ આવ્યું કે સાંજ સુધી તે ચિત્રમાં ચિત્રામણનો ઢગલો થઈ ગયો. આ ચિત્રામણો પહેલાં ચિત્ર ખરેખર ખુબ સુંદર હતું.'

ગાંધીજીએ આગળ લખ્યું કે, 'રામ ચરિત માનસની પણ આ જ સ્થિતિ છે. આલોચના કરનાર લોકોને આ ગ્રંથમાં તે જ દેખાયું છે. રામ ચરિત માનસ એક એવો ગ્રંથ છે જે વાંચ્યા બાદ સ્પષ્ટતા અને શાંતિ જરૂર મળે છે. તે કોઈ સાધારણ રચના નથી. દરેક પંક્તિમાં તુલસીદાસજીની ભક્તિ છે.'

દોષ કાઢનારને ગાંધીજીએ આ ઉત્તર આપ્યો હતો.

બોધપાઠ: આ ઘટના આપણને બોધપાઠ આપી રહી છે કે, જો આપણે કોઈનામાં દોષ જોઈશું તો માત્ર દોષ જ દેખાશે. જો આપણે કોઈના સારા ગુણો જોઈશું તો તેની સકારાત્મકતા આપણી અંદર ઉતરે છે. કોઈ સાહિત્યની સારી વાતો છે તો તેનો સ્વીકાર કરવો જોઈએ.