વાર્તા- 1933ની વાત છે. એક એવી ઘટના ઘટી કે મહાત્મા ગાંધીએ પોતાની અને પોતાના સાથીઓની શુદ્ધિ માટે 21 દિવસ ઉપવાસ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય ઘોષણા બની ગયો.
જ્યારે આ સૂચના ગાંધીજીની પત્ની કસ્તૂરબા અને મીરા બનેનને થઈ ત્યારે બા તો એકદમ મૌન થઈ ગયાં, પરંતુ મીરા બેને બા તરફથી એક પત્ર ગાંધીજીને લખ્યો.
પત્રમા લખ્યું હતું, તમારા ઉપવાસની સૂચના મળી. બાને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું, તેઓ એકદમ આઘાતમાં છે. બાના જણાવ્યા પ્રમાણે તમે આ નિર્ણય ખોટો લઈ રહ્યા છો. તમે કોઈનું સાંભળશો નહીં આ વાત પણ પાક્કી છે. બાનું પણ સાંભળશો નહીં. છતાંય બાએ એટલું કહ્યું છે કે તમે જે કરો છો, તેમાં ક્યાંકને ક્યાંક ભગવાનનો અવાજ હોય છે. તમે આ શું નિર્ણય લીધો છે તે સમજાઈ રહ્યો નથી.
આ પત્ર વાંચીને ગાંધીજીની આંખમાં આંસુ આવી ગયાં. તેમણે તરક એક તાર કર્યો અને મીરા બેનને લખ્યું, તમે જઇને બાને કહો કે તેમના પિતાએ એક જીવનસાથી રૂપમાં એવો વ્યક્તિ બાંધી દીધો છે, જેમનું વજન તેમની સહનશક્તિ જ છે, પરંતુ મોહનદાસને એક ખજાનો આપ્યો છે બા સ્વરૂપમાં. હું તો ભગવાનને ધન્યવાદ કરું છું કે મને આવો સાથી મળ્યો છે.
ગાંધીજીનો પત્ર સાંભળીને બા વધારે કશું જ બોલ્યાં નહીં, બસ હસીને કહ્યું, તેમને સમજાવવાની રીત એટલી સારી આવડે છે કે તેમની વાત સ્વીકાર કરવી જ પડે છે.
બોધપાઠ- પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય જ છે. વ્યક્તિ પોતાના જીવનસાથીની સમજદારી સાથે પ્રશંસા કરે અને તેમની ઉપયોગિતા દર્શાવે તો મતભેદ દૂર થઈ શકે છે. આવું કરવાથી બંને વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છે. મુશ્કેલ સમયમાં જીવનસાથીની ઉપસ્થિતિ તાકાત બની જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.