તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Mahatma Gandhi, God Created All Human Beings Alike, So Never Discriminate

આજનો જીવનમંત્ર:ઈશ્વરે બધા જ મનુષ્યોને એક સમાન બનાવ્યાં છે, એટલે ક્યારેય પણ ભેદભાવ ન કરો

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાત્મા ગાંધીના બાળપણનો કિસ્સો છે. ગાંધીજી બાળપણથી જ જે કામ કરતા, તેઓ સંપૂર્ણ ઉત્સાહ સાથે કરતાં હતાં. બાળક મોહનદાસના પિતા કરમચંદ ગાંધીનું ટ્રાન્સફર રાજકોટમાં થઇ ગયું હતું.

મોહનદાસ પણ પોરબંદરથી રાજકોટ પહોંચ્યાં. તેમના પિતા ખૂબ જ પ્રતિષ્ઠિત હતાં. એકવાર કોઈ સમારોહમાં મીઠાઈ વેચાઈ રહી હતી. લોકોએ બાળક મોહનદાસને કહ્યું, તમે પણ આ મીઠાઈ વહેંચી દો.

બાળકે મીઠાઈ લઈ લીધી. તેમના ઘરની પાસે એક સફાઈ કર્મચારી રહેતો હતો. બાળક ગાંધી તેને રોજ સફાઈ કરતા જોઈને ખૂબ જ પ્રસન્ન રહેતાં હતાં. સૌથી પહેલાં મીઠાઈ લઇને ગાંધીજી તેની પાસે પહોંચ્યાં.

સફાઈ કર્મચારી પોતાની નાની ઝૂંપડીમાં રહેતાં હતાં. બાળકે સફાઈ કર્મચારીને બોલાવ્યાં અને કહ્યું, તમે મીઠાઈ લો.

સફાઈ કર્મચારીએ વિચાર્યું કે આ તો બાળક છે, જો હું મીઠાઈ લઈશ તો અનેક લોકો ગુસ્સે થઈ જશે. તેણે કહ્યું, તમે નથી જાણતાં, હું આ મીઠાઈ લઇ શકું નહીં.

મોહનદાસ બાળક હતાં, પરંતુ ખૂબ જ સમજદર અને થોડા જિદ્દી હતાં. યોગ્ય વાત માટે તેઓ કોઇ સામે પણ ઊભા રહેતાં હતાં. તેમણે પૂછ્યું તમે મીઠાઈ કેમ લઈ શકતા નથી?

સફાઈ કર્મચારીએ કહ્યું, મામલો છૂત-અછૂતનો છે. અમારી સામાજિક સ્થિતિ નથી.

ગાંધી બોલ્યાં, તમારે મીઠાઈ લેવી જ પડશે. ગાંધીજીએ તેમનો હાથ પકડ્યો અને હાથમાં મીઠાઈ લઈ લીધી. સફાઈ કર્મચારી રડવા લાગ્યો. પરંતુ આસપાસના લોકો આશ્ચર્ય પામ્યા અને ફરિયાદ કરવાની સ્થિતિમાં આવી ગયાં. આ વાત ગાંધીજીના પિતા કરમચંદજી સુધી પહોંચી.

મોહનદાસે બધા સામે કહ્યું, જો આપણાં દેશમાં, સમાજમાં મીઠાઈ વિતરણમા જાતિ, ઊંચ-નીચ જોવામા આવશે તો પછી આ કોનો ભોગ હતો તે કયા ઈશ્વરને પૂછીશું?

ગાંધીજીએ તે સમયે વિચાર કર્યો કે જ્યારે મારો વશ ચાલશે, હું આ ભેદભાવ દૂર કરી દઇશ.

બોધપાઠ- ઈશ્વરે બધા મનુષ્યોને એક સમાન બનાવ્યાં છે. ભાગ્ય, પરિશ્રમ અને યોગ્યતાના કારણે બધા મનુષ્યોની સ્થિતિ વિવિધ થઈ ગઈ છે, પરંતુ કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો જોઈએ નહીં. ખાસ કરીને અનાજના મામલે પક્ષપાત ન કરો, કેમ કે કોઈ ભૂખ્યાને ભોજન આપવું પણ એક પ્રકારની પૂજા છે.