આજનો જીવનમંત્ર:કોઈ આપણું અપમાન કરે તો તેમના અપશબ્દ સાંભળશો નહીં કે સ્વીકાર કરશો પણ નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- ગૌતમ બુદ્ધ પાસે જે પણ લોકો જતા, તે તેમનાથી એટલા પ્રભાવિત થઈ જતા કે તેઓ ગૌતમ બુદ્ધની સેવા કરવાનો નિર્ણય લઈ લેતાં હતાં. એકવાર એવું જ થયું. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે બુદ્ધ પાસે ગયો ત્યારે તે તેમની વાતો સાંભળીને ભિક્ષુ બની ગયો. તે પછી તે વ્યક્તિના ઘરમાં વિવાદ થવા લાગ્યો.

પ્રતિષ્ઠિત વ્યક્તિનો એક સંબંધી આ વાતથી ગુસ્સે થઈ ગયો અને તે બુદ્ધ પાસે પહોંચી ગયો. તે સમયે બુદ્ધ ઉપદેશ આપી રહ્યા હતાં, તેઓ એક ઝાડની નીચે બેઠા હતાં. ખૂબ જ શાંત વાતાવરણ હતું. ગુસ્સામાં વ્યક્તિએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને તે બુદ્ધને અપશબ્દ કહેવા લાગ્યો.

જે લોકો બુદ્ધના ઉપદેશ સાંભળવા માટે બેઠા હતાં, તેઓ બેચેન થઈ ગયા કે આનાથી વધારે ગાળો હવે અમે સાંભળી શકીશું નહીં અને બુદ્ધ સાંભળી રહ્યા હતાં. ગાળી આપનાર વ્યક્તિ પણ થોડીવાર પછી થાકી ગયો. બુદ્ધે તેમને પૂછ્યું, તમે જે કહેવા ઇચ્છતા હતાં તે તમે કહી ચૂક્યાં?

વ્યક્તિએ કહ્યું, હા મેં કહી દીધું છે

બુદ્ધ બોલ્યાં, જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તમે શું કરો છો?

તે વ્યક્તિએ જવાબ આપ્યો, આપણે મહેમાનનું સ્વાગત કરીએ છીએ, તેમનો સત્કાર કરીએ છીએ. કોઈ નાદાન જ હશે જે અતિથિનો સત્કાર કરશે નહીં.

બુદ્ધે ફરી પૂછ્યું, તમારા ઘરે જે પણ વ્યક્તિ આવ્યો છે, તમે તેમને કોઈ સેવા સોંપી અને તેમણે સ્વીકાર કરી નહીં તો તે વસ્તુ ત્યાં જશે?

વ્યક્તિએ કહ્યું, તમે વસ્તુ આપણી પાસે જ રહી જશે.

બુદ્ધે કહ્યું, તમે મારા અતિથિ સમાન છો. તમે મને જે સોંપ્યુ છે, તેનો મેં સ્વીકાર જ કર્યો નથી. જેટલાં અપશબ્દ અને ગાળો તમે મને આપ્યાં, મેં તેનો સ્વીકાર કર્યો નહીં તો તે કોની પાસે ગઈ? તમારા પાસે જ ગઈ. બુદ્ધની વાત તે વ્યક્તિ સમજી ગયો.

બોધપાઠ- આપણે પણ એ સમજવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, કોઈ અપશબ્દ કહે તો તે વાતો ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં. આવી વાતો સ્વીકાર જ ન કરો, કેમ કે જો આપણે આવી વાતો સ્વીકાર કરીશું તો આપણને ગુસ્સો આવશે, મન અશાંત થઈ જશે. સામે રહેલ વ્યક્તિએ તો ગુસ્સો કરીને પોતાનું નુકસાન કરી લીધું છે જો આપણે પણ ગુસ્સો કરીશું તો આપણું પણ નુકસાન થઈ જશે.