આજનો જીવનમંત્ર:કોઇને દાન આપતા પહેલાં તે જરૂર જોવું જોઈએ કે તે આપણા દાન માટે યોગ્ય વ્યક્તિ છે કે નહીં

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ ખૂબ જ દયાળુ હતા. અન્ય લોકોની મદદ કરવો તેમનો સ્વભાવ હતો, પરંતુ તેઓ જાણતા હતા કે કોઇની મદદ કરવામાં આવે તો બની શકે છે કે તે વ્યક્તિ આળસું થઈ જાય. અનેકવાર લોકો દાનને અધિકાર માનવા લાગે છે.

શ્રીરામ દાન કરતા હતા ત્યારે ક્યારેક-ક્યારેક દાન લેનાર વ્યક્તિની પરીક્ષા પણ લેતા હતાં. એકવાર તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યો, તે ખૂબ જ ગરીબ હતો. બ્રાહ્મણની પત્નીએ તેને શ્રીરામ પાસે મોકલ્યો હતો.

બ્રાહ્મણે શ્રીરામને કહ્યું, હું ખૂબ જ મુશ્કેલીથી બે સમયના ભોજન માટે રૂપિયા કમાઈ શકું છું. શ્રીરામ તે સમયે કશુંક કામ કરી રહ્યા હતાં, તેમણે બ્રાહ્મણની વાત સાંભી અને તેમની સાથે થોડો મજાક કર્યો.

શ્રીરામે તે બ્રાહ્મણને કહ્યું, આ લાકડી લો અને તેને જ્યાં સુધી ફેંકી શકો છો ફેકો. જેટલી ગાયની ઉપરથી આ લાકડી જશે અને જેટલી ગાયને તે પાર કરી લેશે, તે બધી જ ગાયો તમારી થઈ જશે.

બ્રાહ્મણે વિચાર્યું કે જો લાકડી ફેંકીને દાન પ્રાપ્ત કરવાનું છે તો હું ખૂબ જ દૂર સુધી લાકડી ફેંકીશ. બ્રાહ્મણે તે લાકડી એવી ફેંકી કે આશ્ચર્યજનક રીતે હવામાં ઉડતી સરયૂ નદી પાર અનેક ગાયો ઘાસ ચરી રહી હતી, તેમની પાસે જઈને પડી.

બ્રાહ્મણે કહ્યું, હવે આ બધી ગાય મારી થઈ. શ્રીરામજીએ હસીને કહ્યું, મેં તમારી મજાક ઉડાવ્યો છે, હું તમારી પરીક્ષા લઇ રહ્યો હતો. તેની પાછળ મારો ઉદેશ્ય એવો હતો કે એક બ્રાહ્મણનો પરાક્રમ જાગી જાય. તમને પણ એ બોધપાઠ મળે કે પરીશ્રમથી દાન પ્રાપ્ત કરવું જોઈએ. દાન કોઈ ભીખ નથી.

બોધપાઠ- દાન આપતી સમયે આપણે એ જોવું જોઈએ કે દાન લેનાર વ્યક્તિ યોગ્ય છે કે નહીં. દાન લેનાર વ્યક્તિએ પણ પોતાનું વ્યક્તિત્વ ઊંચુ રાખવું જોઈએ. જેથી દાન આપનાર વ્યક્તિને ગર્વ થાય કે તેણે યોગ્ય વ્યક્તિને દાન કર્યું છે.