તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:પોતાની પ્રામાણિકતા કોઈ ખરાબ વ્યક્તિને લાભ મળી ન જાય, આ વાતનું ધ્યાન રાખો

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ભગવન શ્રીકૃષ્ણ બાળપણમાં માખણ ચોરીની લીલા કરતાં હતાં. માખણ ચોરી કરવાથી પરેશાન થઈને ગોકુળના બધા લોકો નંદ બાબા અને યશોદા સામે કૃષ્ણની ફરિયાદ કરતાં હતાં.

એક દિવસ નંદ બાબાએ વિચાર કર્યો કે આ બધા માત્ર કૃષ્ણનો ખેલ છે કે તેની પાછળ કોઇ વિચાર છે? નંદ બાબાએ બધા સામે કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણ માખણ ચોરી કેમ કરી રહ્યો છે? આપણાં ઘરમાં કોઈપણ વસ્તુની ખોટ નથી તો પછી અન્યની માટલીઓ કેમ ફોડી?

કૃષ્ણએ કહ્યું, તમે લોકો તમારી મહેનત અને પ્રામાણિકતાથી દૂધ, દહીં, ઘી, માખણ તૈયાર કરો છો અને પછી આ વસ્તુઓ ટેક્સ સ્વરૂપે કંસ જેવા દુષ્ટ રાજાને આપી રહ્યા છો. આ પ્રકારે દૃષ્ટ સત્તા કેવી રીતે સમાપ્ત થશે. પ્રજા પોતાની પ્રામાણિકતાથી અને પરિશ્રમનું ફળ શ્રેષ્ઠ રાજાને આપે તો સમજી શકાય છે. જો તમે કંસને કર આપવાનું અટકાવશો નહીં તો હું ચોરી અને તોડફોડ કરતો રહીશ.

બોધપાઠ- કૃષ્ણએ બાળપણમાં જ આ બોધપાઠ આપી દીધો હતો કે આપણે આપણી પ્રામાણિકતાથી અને પરિશ્રમથી કમાયેલ ધન-સંપત્તિ દુષ્ટ લોકોને આપવી જોઈએ નહીં. આપણે એવી મહેનત ન કરવી જોઈએ, જેથી કોઈ ખરાબ વ્યક્તિને લાભ મળે. આવું કરવાથી ખરાબ લોકોની તાકાત વધે છે. એટલે પ્રામાણિકતા અને મહેનત સાથે વ્યક્તિએ સાવધાન પણ રહેવું જોઈએ.