આજનો જીવનમંત્ર:ધ્યાન રાખો, પોતાની મહેનતના રૂપિયા ખરાબ લોકોના હાથમાં જવા જોઈએ નહીં

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- વૃંદાવનમાં શ્રીકૃષ્ણ માખણ ચોરીની લીલાઓ કરતા હતાં તો અનેક લોકો તેની ફરિયાદ કરતા હતાં. કૃષ્ણને યશોદા મૈયા પણ પૂછતા હતા કે તમે આવું કેમ કરો છો?

કૃષ્ણ લીલામાં કૃષ્ણ પોતાના ભક્તોનું માનસિક સન્માન કરતાં હતાં. તેઓ કહેતા હતાં, દૂધ, દહી, માખણની ખોટ તો મારી પાસે પણ નથી, પરંતુ હું વ્રજવાસીઓને કહું છઉં કે પોતાની મહેનતથી તમે આ બધું મેળવો છો અને કર (ટેક્સ) સ્વરૂપે દુષ્ટ રાજા કંસને આપો છો. તમે તમારી મહેનત અને શરીરનો દુરૂપયોગ કરો છો. તેનો હું વિરોધ કરું છું. મનુષ્યએ પોતાની મહેનતથી કમાયેલું ધન દુષ્ટ લોકોને આપવું જોઈએ નહીં.

કૃષ્ણ બધાને કર આપવાથી રોકતા હતાં, પરંતુ લોકો માનતા નહીં. એટલે તેઓ લીલા કરીને માટલીઓ ફોડી દેતા હતાં. કૃષ્ણ કહેતા કે, તમે વિચાર કરો, આ શરીરની અંદર એક આત્મા છે અને તે આત્મા સાથે હું રહું છું, જેને તમે પરમાત્મા કહો છો. શરીરની કિંમત શું છે? આ શરીરમાં જે પણ ગંધક, લોહી, ચરબી, મીઠું, પાણી જેવા તત્વ છે, જો તેની એક પોટલી બનાવી લેશો અને બજારમાં વેચવા જશો તો બદલામાં થોડું ધન જ મળશે. તો પછી આ શરીરની કિંમત શું છે? તેની અંદર પ્રાણ છે. પ્રાણ તે દિવ્ય વાયુને કહેવામાં આવે છે, જેનાથી આપણું જીવન ઊર્જા સંચાલિત થાય છે. આપણે આ શરીરની કિંમત સમજવી જોઈએ. તેનો દુરૂપયોગ કરવો જોઈએ નહીં.

બોધપાઠ- મોટાભાગની બીમારીઓ આપણી ભૂલના કારણે જ થાય છે. આપણી આસપાસ જે પણ બીમારીઓ ફેલાયેલી છે, તે આપણી ભૂલનું પરિણામ છે. આપણે જ ગંદકી અને બીમારીઓ ફેલાવીએ છીએ અને તે આપણાં શરીરમાં ઉતરી આવે છે. કૃષ્ણનો સંદેશ એ છે કે પોતાના પરિશ્રમથી કમાયેલું ધન દુષ્ટ લોકોના હાથમાં જવું જોઈએ નહીં અને પોતાના શરીરની કિંમત સમજવી જોઈએ. સ્વાસ્થ્ય અને સાફ-સફાઈનું ધ્યાન રાખો.