• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Lal Bahadur Shastri, We Should Not Misuse Our Position And Money,

આજનો જીવનમંત્ર:પોતાના લાભ માટે પદ અને ધનનો દુરૂપયોગ કરવો ખૂબ જ ખોટી વાત છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રીના પદ ઉપર હતાં. એક દિવસ તેમણે કપડા બનાવવાની ફેક્ટ્રીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા એટલે તેમની સાથે પ્રોટોકોલ હિસાબે અનેક અધિકારી સાથે રહેતા હતાં. ફેક્ટ્રીના માલિક માટે ગૌરવની વાત હતી કે પ્રધાનમંત્રી તેમની ફેક્ટ્રીમાં આવે છે.

શાસ્ત્રીજીએ ખૂબ જ ઝીણવટથી જોયું કે ફેક્ટ્રીમાં સાડીઓ કેવી રીતે બને છે? સંપૂર્ણ ફેક્ટ્રી જોયા પછી તેઓ એક જગ્યાએ બેસી ગયાં. ફેક્ટ્રીના માલિકે શાસ્ત્રીજીને સાડીઓ બતાવી. માલિકે કહ્યું કે તમે આમાંથી થોડી સાડીઓ પોતાના ઘરે લઈ જાવ.

શાસ્ત્રીજી બોલ્યાં, સાડી ખૂબ જ સારી છે. તેના બનવાની વિધિ જોઈને હું ખૂબ જ પ્રસન્ન છું, પરંતુ તેની કિંમત શું છે?

માલિકે થોડી સાડીઓની કિંમત 800 રૂપિયા જણાવી. તે સમયે 800 રૂપિયા ખૂબ જ વધારે હતાં. સાડી ખૂબ જ મોંઘી હતી. શાસ્ત્રીજીએ કહ્યું, થોડી સસ્તી સાડીઓ બતાવો.

સસ્તી સાડીઓ પણ 400 રૂપિયાની હતી. શાસ્ત્રીજીએ તે સાજીઓને પણ અલગ રાથી દીધી અને કહ્યું, મને સાડી લેવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.

ફેક્ટ્રીના માલિકે કહ્યું, તમે કિંમત કેમ પૂછી રહ્યા છો? તમે અમારા મહેમાન છો, દેશના પ્રધાનમંત્રી છો, અમે તમારી પાસે કિંમત લઈ શકીએ નહીં. આ તો ભેટ છે.

શાસ્ત્રીજીએ કહ્યું, બિલકુલ યોગ્ય વાત છે. હું દેશનો પ્રધાનમંત્રી છું, પરંતુ આ પદ ઉપર હોવા છતાં પણ મને આ સ્વતંત્રતા નથી કે જે સાડી હું ખરીદી શકું નહીં, તે ભેટ સ્વરૂપમાં લઈને મારી પત્નીને આપું.

છેલ્લે એક સસ્તી સાડી શાસ્ત્રીજીએ ખૂબ જ સમજી-વિચારીને લીધી, તેને રૂપિયા પણ આપ્યાં અને ઘરે જતાં રહ્યાં.

બોધપાઠ- લાલ બહાદુર શાસ્ત્રીજી જેવા લોકો આપણને બોધપાઠ આપે છે કે ક્યારેય પોતાના પદનો કે રૂપિયાનો ખોટો દુરૂપયોગ કરવો જોઈએ નહીં. જે વ્યક્તિની નસ-નસમાં પ્રામાણિકતા વહી રહી છે, તે કોઈપણ સ્થિતિમાં પદ અને રૂપિયાનો ખોટો ઉપયોગ કરશે નહીં.