• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Jawaharlal Nehru, In Adverse Circumstances, We Should Not Give Up Patience,

જીવન મંત્ર:વિપરિત પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી જોઈએ, નહિ તો મોટું નુકસાન થઈ શકે છે

પં. વિજયશંકર મહેતા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા: એક પ્લેનમાં આગ લાગી ગઈ. પાયલટ સાથે તમામ યાત્રીઓ ગભરાઈ ગયા. પ્લેનમાં ચીસાચીસ થવા લાગી આ જોઈ સ્ટાફ પણ ગભરાઈ ગયો.

આ પ્લેનમાં જવાહરલાલ નેહરુ પણ સફર કરી રહ્યા હતા. પ્લેનના સ્ટાફમાંથી કેટલાક લોકો નેહરુ પાસે ગયા. નેહરુજીને આખું દૃશ્ય સમજાઈ ગયું હતું કે કોઈ મોટી આફત આવી ગઈ છે.

પ્લેનના સ્ટાફ અને પાયલટે નેહરુજીને કહ્યું કે, 'મોટું સંકટ આવી ગયું છે ખબર નથી પડી રહી શું કરવું જોઈએ?'

નેહરુજીએ કહ્યું કે, 'ડરવાની જરૂર નથી જે થવાનું છે તે તો થઈને જ રહેશે. આ સમયે તમારી ઊર્જા ડરવામાં નહિ પ્રયાસોમાં લગાડો. જે થવાનું છે તે તો થશે જ પરંતુ આપણે પ્રયાસો શ્રેષ્છ કરવાના છે.'

આટલું બોલી નેહરુજી પુસ્તક વાંચવા લાગ્યા. નેહરુજી પાસેથી હિંમત લઈ પાયલટ સાથે સ્ટાફ પ્લેન કન્ટ્રોલના પ્રયાસ કરવા લાગ્યા. આગની જ્વાળાથી લપેટાયેલા પ્લેનને એક ખેતરમાં લેન્ડ કરાયું. તમામ યાત્રીઓ સુરક્ષિત હતા.

તમામ લોકો પ્લેનમાંથી બહાર આવતા હતા તે સમયે નેહરુજીના ચહેરા પર સ્ટાફ નેહરુજી પાસે મદદ માટે પહોંચેલો એ જ સહજતા હતી.

બોધપાઠ: નેહરુજીએ આપણને શીખવાડ્યું કે ક્યારેય ધીરજ ન ગુમાવવી જોઈએ. વિપરિત પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખવી જોઈએ. ધીરજ જાળવવા માટે કોઈ સારું પુસ્તક વાંચવું જોઈએ. ભગવાનનું નામ જપો. પોતાની હિંમતને બીજાની હિંમત બનાવો અને તેમને પ્રેરણા આપો બધું સારું થઈ જશે.