તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Gopal Krishna Gokhle, We Should Control Anger, Anger Management Tips

આજનો જીવનમંત્ર:કોઇને માફ કરવાથી આપણે આપણી ઊર્જા અને સમય બંને બચાવી લઇએ છીએ

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે જોડાયેલી એક ઘટના છે. તે સમયે ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી રહી નહોતી. તે કાઉન્સિલ ઓફ વાયસરાયના મેમ્બર હતાં. એક દિવસ ગોખલેજી ટ્રેનથી ક્યાંક જઇ રહ્યા હતાં, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા હતાં. ત્યારે એક અંગ્રેજ અધિકારી પણ તે જ ડબ્બામાં આવીને બેઠો.

અંગ્રેજે જોયું કે એક ભારતીય ફર્સ્ટ ક્લાસમાં બેઠો છે. તેને ગુસ્સો આવી ગયો, તે વિચારવા લાગ્યો કે ભારતના લોકો આ ડબ્બામાં કેવી રીતે ચઢી શકે? તેણે ગોખલેજીનો સામાન ઉપાડ્યો અને ડબ્બાથી નીચે ફેંકી દીધો.

તે સમયે ગોખલેજી સાથે તેમને એક સહયોગી પણ હતો. તેણે અંગ્રેજને કહ્યું, શું તમે જાણો છો, તમે કોનો સામાન ફેંક્યો છે? તેઓ વાયસરાય કાઉન્સલિંગના મેમ્બર છે.

આ સાંભળીને અંગ્રેજને પોતાની ભૂલ સમજાઇ ગઇ. તેણે તરત જ ગોખલેજીનો સામાન ઉપાડીને ડબ્બામાં તે જ જગ્યાએ રાખી દીધો અને પોતાની ભૂલ માટે માફી માગી લીધી.

ગોખલેજી ખૂબ જ વિનમ્ર અને વિદ્વાન હતાં. તેમણે અંગ્રેજને માફ કરી દીધો. પરંતુ, તેમનો સહયોગી અંગ્રેજથી ગુસ્સે હતો. તેણે એક પત્ર લોર્ડ કર્ઝનને લખ્યો અને તે અંગ્રેજ અધિકારીની ફરિયાદ કરી અને તે અધિકારીને સજા થાય તેવી માગ કરી.

ગોખલેજીએ તે લેટર જોઇને કહ્યું, તમે આ યોગ્ય કામ કરી રહ્યા નથી. ગુસ્સાને લાંબા સમય સુધી ખેંચીને તમે તમારી ઊર્જા અને સમય બંને નષ્ટ કરી રહ્યા છો. આ ઊર્જાનો યોગ્ય ઉપયોગ ક્યાં કરવો જોઇએ? તે આપણે વિચારવું જોઇએ. સામે રહેલાં વ્યક્તિએ માફી માગી લીધી છે, વાત ત્યાં જ પૂર્ણ થાય છે. તે વ્યક્તિને માફ કરીને આપણે આપણો સમય અને ઊર્જા બચાલી લીધી છે. હવે આ પત્ર લખીને કેમ ઊર્જા ખર્ચ કરી રહ્યા છો. જો ઊર્જા ખર્ચ કરવી હોય તો કાળા અને ગોરાનો ભેદ દૂર કરવામાં લગાવો.

બોધપાઠ- જો કોઇ ભૂલ કરે છે અને અહેસાસ થાય ત્યારે માફી માગે છે, ત્યારે તેને માફ કરી દેવો જોઇએ. જો આપણે તેમના ઉપર ગુસ્સો કરીશું, તેમની ફરિયાદ કરીશું તો તેમનાથી આપણને શું લાભ મળશે? માફ કરવાથી આપણે આપણો સમય અને ઊર્જા બચાવી લઇએ છીએ. આ બંને ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવામાં ખર્ચ કરવા જોઇએ.