તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઇ પાસેથી જ્ઞાનની વાતો સમજવી હોય તો આપણે ઘમંડ છોડી દેવો જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ગૌતમ બુદ્ધ ઉપદેશ આપી રહ્યા હતાં. ત્યારે તેમના એક શિષ્યએ પૂછ્યું, સત્સંગ કરતી સમયે તમે ઉપર બેસો છો અને અન્ય સંત પણ ઉપર બેસે છે. સત્સંગ સાંભળનાર અમે લોકોને નીચે બેસાડવામાં આવે છે. આવો ભેદભાવ કેમ?

બુદ્ધજીએ હસીને જવાબ આપ્યો, સત્સંગ વિચારોના આદાન-પ્રદાનની કોઇ કાર્યશાળા નથી. અહીં કોઇ વ્યક્તિ પોતાની વિદ્વત્તા અન્ય ઉપર થોપવા ઇચ્છે, એવું પણ નથી. એક વાત જણાવો, શું તમે ક્યારેય કોઇ ઝરણામાંથી પાણી પીધું છે?

શિષ્યએ કહ્યું, હા, મેં ઝરણામાંથી પાણી પીધું છે

બુદ્ધ બોલ્યાં, યાદ કરો, તમારી સ્થિતિ શું હતી તે સમયે?

શિષ્યએ કહ્યું, તે સમયે ઝરણું ઉપરથી નીચે પડી રહ્યું હતું અને મેં નીચે ઊભા રહીને પાણી પીધું હતું.

બુદ્ધજીએ કહ્યું, બસ આ જ સત્સંગની વ્યવસ્થા છે. જો જીવનનો રસ સત્સંગ રૂપી ઝરણાથી લેવામા આવે તો નીચે જ બેસવું પડે છે. કેમ કે ઝરણું ઉપરથી નીચે આવશે.

બોધપાઠ- બુદ્ધજીએ અહીં જણાવ્યું છે કે જો આપણે કોઇ પાસેથી કોઈ જ્ઞાન લેવા ઇચ્છિએ છીએ તો આપણે આપણો અહંકાર છોડી દેવો જોઈએ. વિનમ્ર સ્વભાવ સાથે જ આપણે જ્ઞાનની વાતો શીખી શકીએ છીએ. જ્ઞાન આપનાર વ્યક્તિનું સ્થાન ઊંચું જ રાખવું જોઈએ. જ્યારે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે, ત્યારે વિચાર એકથી બીજા વ્યક્તિ સુધી યોગ્ય રીતે પહોંચી શકે છે.