તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Gautam Buddha, If You Delay Taking Decisions Again And Again, Then Good Opportunities Will Be Lost

આજનો જીવનમંત્ર:સતત નિર્ણય લેવામાં મોડું કરશો તો સારી તક હાથમાંથી સરકી શકે છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાજા શુદ્ધોદનના દીકરાનું નામ સિદ્ધાર્થ હતું. આ જ સિદ્ધાર્થ જે આગળ જઈને બુદ્ધના નામે પ્રસિદ્ધ થયો. રાજાને કોઈએ કહ્યું હતું કે તમારો દીકરો ખૂબ જ મોટો રાજા બનશે અથવા મોટો સાધુ બનશે.

રાજા શુદ્ધોદનને ચિંતા થવા લાગી કે તેમનો દીકરો સાધુ બની જાય નહીં. રાજાએ સિદ્ધાર્થને એવી દરેક વાતથી દૂર રાખ્યો જે જીવન પ્રત્યે સવાલો ઊભા કરે. બાળકનો ઉછેર પણ યોગ્ય રીતે કર્યો.

એક દિવસ સિદ્ધાર્થ પોતાના રથ ઉપર બેસીને નગરમા જઈ રહ્યા હતાં. રસ્તામાં તેમને એક વૃદ્ધ જોવા મળ્યાં. વૃદ્ધની આંખ અંદર તરફ જતી રહી હતી અને ચહેરા ઉપર કરચલીઓ હતી. તે લાકડીની મદદે ચાલી રહ્યો હતો. સિદ્ધાર્થે સારથીને પૂછ્યુ, આ કોણ છે.?

સારથી બોલ્યો, આ વૃદ્ધ વ્યક્તિ છે.

સિદ્ધાર્થે પૂછ્યું, શું હું પણ એક દિવસ આવો જ વૃદ્ધ થઇ જઈશ?

સારથીએ કહ્યું, હા, એક દિવસ બધાએ વૃદ્ધ થવાનું છે.

થોડા દિવસ પછી સિદ્ધાર્થે એક શબયાત્રા જોવી. સિદ્ધાર્થે સારથીને પૂછ્યું, આ સૂતેલો વ્યક્તિ અને આ લોકો કોણ છે, જે તેમને લઇ જઈ રહ્યા છે.

સારથીએ કહ્યું, આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. એટલે તેને લઇ જઈ રહ્યા છે.

સિદ્ધાર્થે કહ્યું, તો શું એક દિવસ હું પણ મૃત્યુ પામીશ?

સારથીએ કહ્યું, હા, એક દિવસ બધાએ મૃત્યુ પામવાનું જ છે.

બસ તે સમયે સિદ્ધાર્થના મનમાં આવ્યું કે મારે જીવનને જાણવું પડશે અને તે રાજપાઠ છોડીને બુધત્વની પ્રાપ્તિ માટે જતાં રહ્યાં. બુધત્વનું જ્ઞાન થયા પછી બુદ્ધ કહેતા હતાં કે જીવનમાં થોડા નિર્ણય અચાનક આપણી સામે આવીને ઊભા થઈ જાય છે. આપણે આપણાં વિવેકથી નક્કી કરવાનું હોય છે કે આ નિર્ણયને લઇને હવે આગળ જીવનની ગતિવિધિ, શૈલી શું રાખવાની છે. આ અંગે વધારે વિચારશો તો નિર્ણય ટાળવા લાગશો.

બોધપાઠ- દરેકવાર નિર્ણયને ટાળવાની આદત સારી નથી. થોડી સ્થિતિ એટલી ફળદાયક હોય છે કે આપણે તરત તે સ્થિતિઓને જોઈને નિર્ણય લઈ લેવો જોઈએ કે હવે જીવનમાં આપણે આ ગતિવિધિ અપનાવીશું. જો નિર્ણય લેવામાં મોડુ કરીશું તો સારા અવસર હાથમાંથી સરકી શકે છે.