તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:દુનિયા સારી-ખરાબ બંને પ્રકારની વસ્તુઓ આપે છે, પરંતુ આપણે માત્ર સારી બાબતો જ પાછી આપવી જોઇએ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- ગૌતમ બુદ્ધ એક દિવસ કેરીના ઝાડ નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હતાં. તે વૃક્ષ ઉપર મોટી-મોટી કેરીઓ હતી. ત્યાં જ થોડા બાળકો પણ રમતાં-રમતાં પહોંચી ગયાં.

બાળકોએ કેરી જોઇ ત્યારે તેમણે ઝાડ ઉપર પત્થર મારવાનું શરૂ કરી દીધું. ત્યારે એક પત્થર બુદ્ધ ભગવાનના માથા ઉપર લાગ્યો. તેમના માથામાંથી લોહી વહેવાનું શરૂ થઇ ગયું. બુદ્ધ કંઇ વિચારે તે પહેલાં બાળક તેમની પાસે પહોંચી ગયો. લોહી વહેતું જોઇને બધા બાળકો ડરી ગયાં. તેઓ બુદ્ધ પાસે માફી માંગવા લાગ્યાં.

બાળકોએ કહ્યું, અમને માફ કરી દો. અમે વૃક્ષ ઉપર પત્થર મારીને કેરી તોડી રહ્યા હતાં, પરંતુ ભૂલથી પત્થર તમારા માથા ઉપર વાગી ગયો.

બાળકોએ માફી માગતી સમયે રડી રહ્યા હતાં. બાળકો જેવા પગે લાગવા નમ્યા, બુદ્ધે બાળકોને ઊભા કર્યાં, તેમના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, બાળકો મને દુઃખ એ વાતનું નથી કે તમારો પત્થર મને વાગ્યો. દુઃખ તો એ વાતનું છે કે પત્થર ખાઇને આ ઝાડ તમને ફળ આપી રહ્યું છે, પરંતુ મારી પાસે તમારા માટે કશું જ નથી અને એટલે જ હું તમને ડરાવવા માગતો નથી. તમે બધા ડરો નહીં. બુદ્ધની વાત સાંભળીને બાળકોનો ભય દૂર થઇ ગયો.

બોધપાઠ- સમાજ આપણને શું આપી રહ્યું છે, આ વાતને મહત્ત્વ આપવું જોઇએ નહીં. મહત્ત્વપૂર્ણ એ છે કે આપણે દુનિયાને શું આપી રહ્યા છીએ? આપણું જે પણ સર્વશ્રેષ્ઠ છે, જે પણ આપણે સારું આપી શકીએ છીએ, તે જ સમાજને પાછું આપવું જોઇએ. પત્થરના બદલામાં પત્થર મારશો તો દુનિયા એક દિવસ નષ્ટ થઇ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો