• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Dr. Radhakrishanan, Story About Positive Thinking And Imagination

આજનો જીવનમંત્ર:જ્યારે વિદ્વાનો સામે અપમાનની સ્થિતિ બને ત્યારે જવાબ આપતી સમયે આપણાં શબ્દો ખૂબ જ સંતુલિત હોવા જોઈએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ડો. રાધાકૃષ્ણન સાથે જોડાયેલો કિસ્સો છે. તે સમયે દેશ અંગ્રેજોના આધીન હતો. એક સભા ચાલી રહી હતી. સભામાં અંગ્રેજોની સંખ્યા વધારે હતી અને ભારતીય ઓછા હતાં. તે સભામાં ડો. રાધાકૃષ્ણન પણ હાજર હતાં.

ડો. રાધાકૃષ્ણન હિંદી અને અંગ્રેજી ભાષાના પરમ વિદ્વાન હતાં. અંગ્રેજો પણ જાણતાં હતા કે તેઓ ખૂબ જ ભણેલાં અને ગંભીર વ્યક્તિ હતાં. સભામાં ભોજન કર્યા પછી બધા જ લોકો વાતો કરી રહ્યા હતાં. તે સમયે એક ભણેલાં અગ્રેજે, જે પોતાને એક ચિંતક સમજતો હતો, તેણે કહ્યું, હિન્દુસ્તાની લોકો જે ભગવાનને માને છે, તે ભગવાન પણ આ હિન્દુસ્તાનીઓ કરતા વધારે અંગ્રેજોને પ્રેમ કરે છે. એટલે તેણે જ્યારે અમને બનાવ્યાં ત્યારે ખૂબ જ ઝીંણવટથી અને દિલથી બનાવ્યાં. તેની સાબિતી એ છે કે અમે લોકો ગોરા છીએ અને આ લોકો કાળા. તે સમયે ગોરા અને કાળા રંગનો ખૂબ જ ભેદભાવ હતો.

આ વાત ડો. રાધાકૃષ્ણને પણ સાંભળી એટલે તેઓ બોલ્યાં, આમણે જે કિસ્સો સંભળાવ્યો છે, તે અધૂરો છે. તેને હું પૂર્ણ કરી દઉ છું. થયું એવું કે ભગવાનનું એકવાર મન થયું કે હું રોટલી બનાઉ. પહેલી રોટલી અડધી સેકાઈ જેથી તે ગોરી રહી ગઈ. તે અડધી સેકાયેલી રોટલી અંગ્રેજ છે. બીજી રોટલી બનાવતી સમયે ભગવાને વિચાર્યું કે આ કાચી ન રહી જાય જેથી તેમણે તે રોટલી ખૂબ જ વધારે સેકી, તે રોટલી કાળી થઈ ગઈ, બીજી રોટલી એટલે નિગ્રે. ત્રીજી રોટલી બનાવતી સમયે ભગવાન સાવધાન થઈ ગયાં, તેમણે વિચાર્યું કે આ વખતે એવી રોટલી બનાવું જે વધારે કાચી ન હોય કે વધારે પાકેલી પણ ન હોય અને તે ઠીકઠાક રોટલી અમે હિન્દુસ્તાની છીએ.

અંગ્રેજોને થયું કે વાત ખૂબ જ યોગ્ય રીતે સમજાવી છે એટલે બધાએ તાળીઓ પાડી. તે જે અંગ્રેજ વિદ્વાન હતો, તે શરમાઈ ગયો.

બોધપાઠ- આ કિસ્સાથી આપણને બોધપાઠ મળે છે કે વિદ્વાનોની સભામાં જ્યારે આપણે અપમાનિત થવું પડે ત્યારે આપણાં શબ્દો ખૂબ જ સંતુલિત હોવા જોઈએ. જો આપણાં વિચાર પોઝિટિવ છે, કલ્પના શક્તિ સારી છે અને આપણી પાસે સારા શબ્દો પણ છે તો આપણે વિદ્વાનો સામે પણ આપણી વાત યોગ્ય રીતે બોલી શકીએ છીએ.