તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઈ કામ કરો ત્યારે લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોવું જોઈએ, કોઇની વાતોમાં આવવું જોઈએ નહીં

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દયાનંદ સરસ્વતી અંધવિશ્વાસ દૂર કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી વ્યાખ્યાન આપતાં હતાં. જે લોકો તેમની વાતો સાંભળતા હતાં, તેઓ તેમની સાથે સહેમત થઈ જતાં હતાં.

એક દિવસ મોટો અંગ્રેજ અધિકારી પણ સરસ્વતીજીનું વ્યાખ્યાન સાંભળી રહ્યો હતો. અધિકારી તેમનાથી એટલો પ્રભાવિત થઇ ગયો કે તેણે એકલામાં સરસ્વતીજીને કહ્યું, તમે અંધવિશ્વાસ ઉપર આટલું સારું પ્રવચન આપો છો કે મને એવું લાગે છે હું ભારતીય બની જાવ અને તમને ફોલો કરું. જણાવો, હું તમારા માટે શું સેવા કરી શકું છું?

સરસ્વતીજીએ કહ્યું, તમે મારા માટે શું કરી શકો છો?

અધિકારીએ કહ્યું, હું તમારી સુરક્ષા માટે વધારે બળ આપી શકું છું. મેં જોયું છે કે જ્યારે તમે કુરીતિ અને અંધવિશ્વાસ અંગે જણાવો છો ત્યારે ઘણાં લોકો તમારાથી નિરાશ થઈ જાય છે. તમારી ઉપર હુમલો થઇ શકે છે. હું તમને વધારે સુરક્ષા બળ આપી શકું છું.

થોડું વિચાર્યા પછી સરસ્વતીજીએ કહ્યું, હું ભગવાનનું કામ કરી રહ્યો છું તો મારી પક્ષા પણ પરમ શક્તિ જ કરશે. મારે તમારા સૈનિકોની જરૂરિયાત નથી.

અંગ્રેજ અધિકારીએ ફરીથી કહ્યું, તમે એક કામ કરો. તમે આટલું સારું બોલો છો તો વચ્ચે-વચ્ચે અમારી અંગ્રેજ સરકારની પણ પ્રશંસા કરો. કામ તો અમે પણ ખૂબ જ સારું કરી રહ્યા છીએ. થોડા કામ તો એવા પણ કર્યાં છે, જેનાથી અંધવિશ્વાસ દૂર થાય છે તો તમે અમારા પણ વખાણ કરો.

દયાનંદ સરસ્વતીએ હસીને જણાવ્યું, હું એ જ વિચારી રહ્યો હતો કે તમે મારા પ્રત્યે આટલી સહાનુભૂતિ કેમ પ્રકટ કરી રહ્યા છો? જો તમે સાચે જ મારી મદદ કરવા ઇચ્છો છો તો એક કામ કરો, તમે ભારત છોડીને જતા રહો. મારી માટે સ્વતંત્રચા અને અંધવિશ્વાસ બે અલગ-અલગ વાતો છે. હું અંધવિશ્વાસ ઉપર પ્રહાર કરું છું અને આઝાદીની ઇચ્છા પણ કરું છું. હું તમારી વાતોમાં આવીશ નહીં. મને મારા લક્ષ્યની જાણ છે.

બોધપાઠ- જ્યારે પણ કોઇ કામ કરો, ભલે બોલીને કરો કે બોલ્યા વિના કરો, લક્ષ્ય સ્પષ્ટ હોવુ જોઈએ. આપણે ક્યારે, શું અને કેટલું બોલવું છે તે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. કોઇની વાતોમાં આવીને એવી વાતો ન કરો, જે આપણાં લક્ષ્યની વિરૂદ્ધ હોય.