આજનો જીવનમંત્ર:સૌથી મહાન તે છે, જે સ્વયં અસમર્થ હોવા છતાં પણ અન્યની ભલાઈ કરવા માટે નિસ્વાર્થ કામ કરે છે

9 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • ચીનના રાજાએ કન્ફ્યૂશિયસને કહ્યું, મારે એવા વ્યક્તિને મળવું છે જે સૌથી મહાન છે, કન્ફ્યૂશિયસ રાજાને એક વૃદ્ધ પાસે લઇ ગયા

ચાઇનાના ફિલોસોફર કન્ફ્યૂશિયસ દુનિયાભરમાં પ્રસિદ્ધ હતાં. તે ખૂબ જ સીધા શબ્દોમાં ઊંડી વાત કરતાં હતાં. એકવાર ચાઇનાના રાજાએ કન્ફ્યૂશિયસને પૂછ્યું, તમે મને કોઇ એવા વ્યક્તિને મળાવોસ જેનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું હોય.

કન્ફ્યૂશિયસે કહ્યું, તે વ્યક્તિ તમે સ્વયં જ છો, કેમ કે તમે હંમેશાં સત્ય જાણવા માંગો છો.

રાજાએ કહ્યું, જો આ વાત યોગ્ય છે તો મને મારી કરતાં પણ વધારે સારા વ્યક્તિને મળાવો.

કન્ફ્યૂશિયસે કહ્યું, તમારા કરતાં પણ સારો અને મહાન વ્યક્તિ હું છું. કેમ કે, હું પણ વધારે સત્યને જાણવા માંગુ છું

રાજા બોલ્યા, તો પછી મારે તમારાથી પણ સારા વ્યક્તિને મળવું હોય તો?

ત્યારે કન્ફ્યૂશિયસે કહ્યું, હું એવા એક વ્યક્તિને જાણું છું. ચાલો, હું તમને પણ તેમની પાસે લઇ જવું છું

રાજાને લઇને કન્ફ્યૂશિયસ એક એવી જગ્યાએ પહોંચ્યો, જ્યાં એક ખૂબ જ વૃદ્ધ વ્યક્તિ કુવો ખોદી રહ્યો હતો.

રાજાએ પૂછ્યું, આ કોણ છે અને શું કરી રહ્યો છે?'

કન્ફ્યૂશિયસે જવાબ આપ્યો, અન્યને પાણી મળી શકે, એટલે આ વૃદ્ધ વ્યક્તિ કુવો ખોદી રહ્યો છે. હું તેને ખૂબ જ સારી રીતે ઓળખું છું. તે ખૂબ જ પરોપકારી છે. અન્યની સેવા થઇ શકે, એવું દરેક કામ તે કરે છે. હાલ તેનું શરીર જવાબ આપી ચૂક્યું છે. વૃદ્ધાવસ્થાના કારણે નબળાઇ આવી ગઇ છે. પરંતુ, આ સેવા કરવામાં આનંદ મળે છે. એટલે, તે પોતાનું દુઃખ-દર્દ જોઇ શકતો નથી. મારી દૃષ્ટિમાં આપણાં બંને કરતાં વધારે મહાન તે વ્યક્તિ છે, જે અન્યની સેવા માટે પોતાનું સુખ જોઇ શકતો નથી.

બોધપાઠ- આપણાં જીવનમાં અનેકવાર એવો સમય આવે છે, જ્યારે આપણે અન્યની સેવા કરવાનો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની તક મળે છે. તે સમયે પોતાની શક્તિ પ્રમાણે જે પણ મદદ કરી શકે છે, જરૂર કરે. આજે પણ સંસારમાં અનેક એવા લોકો છે, જે અસમર્થ હોવાના કારણે પરેશાનીઓમાં છે. આપણે જ્યારે પણ આવા લોકોની સેવા કરીએ છીએ ત્યારે આ પરમાત્માની પૂજા કરવા જેવું જ છે.