આજનો જીવનમંત્ર:ખાનપાનની વસ્તુઓમાં અને સુખ-સુવિધાઓમાં મન મગ્ન રહે છે તો શાંતિ મળી શકતી નથી

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ચીનના પ્રખ્યાત ફિલોસોઝર કન્ફ્યૂશિયસ પાસે એક ખૂબ જ સમજદાર વ્યક્તિ પહોંચ્યો. તેણે કહ્યું, હું દરેક કામ ખૂબ જ સાવધાની પૂર્વક કરું છું. મારું સ્વાસ્થ્ય પણ ઠીક રહે છે. મને સફળતા પણ મળી જાય છે, પરંતુ અશાંત ખૂબ જ રહું છું. તમારી પાસે શાંતિની શોધમાં આવ્યો છું.

તે સમયે ચીનમાં અલગ-અલગ રાજ્ય બની ગયાં હતાં. એકબીજા ઉપર લોકો આક્રમણ કરતા હતાં. કન્ફ્યૂશિયસ ખૂબ જ સમજદાર વ્યક્તિ હતાં ત્યારે લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઇને આવતાં હતાં.

કન્ફ્યૂશિયસે તે વ્યક્તિને કહ્યું, એક વાત જણાવો, તમે જોવો અને સાંભળો છો કઈ રીતે, સ્વાદ કેવી રીતે લો છો?

વ્યક્તિએ કહ્યું, હું આંખથી જોવું છું, કાનથી સાંભળું છું અને જીભથી સ્વાદ લઉ છું.

કન્ફ્યૂશિયસે કહ્યું, તમે જેટલું આંખથી જુઓ છો, તેનાથી વધારે મનથી જુઓ છો, તમારું મન કાન કરતા વધારે સાંભળે છે, તમને એવું લાગે છે કે જીભ સ્વાદ લઇ રહી છે, પરંતુ સાચો સ્વાદ તો મન લઇ રહ્યું હોય છે. જ્યાં સુધી આ ત્રણેય કામ મન કરી રહ્યું હોય, દુનિયામાં કોઈ શાંત રહી શકતું નથી. સૌથી પહેલાં મનને નિયંત્રિત કરવું જોઈએ. માત્ર આંખથી જુઓ, જીભને જ સ્વાદ લેવા દો, કાનને જ સાંભળવા દો, મનને આ કાર્યોથી અલગ રાખો.

બોધપાઠ- આપણને લાગે છે કે આપણાં શરીરના બહારના અંગ કામ કરી રહ્યા છે, પરંતુ આ અંગથી વધારે આપણું મન કામ કરી રહ્યું છે, જેમનું મન ખોટા કાર્યોમાં ભટકે છે, તેમને શાંતિ મળી શકતી નથી. મન ખૂબ જ વધારે સક્રિય હશે તો આપણે અશાંત જ રહીશું. મનને કાબૂ કરો અને ખરાબ કાર્યોથી અલગ રાખશો તો શાંતિ જરૂર મળી શકશે.