આજનો જીવનમંત્ર:આપણાં માટે બોલવામાં આવેલી ખરાબ વાતો ઉપર ધ્યાન આપશો તો આપણાં નિર્ણયો ઉપર ખરાબ અસર પડી શકે છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- બાળક ધ્રુવ તપ કરવા માટે જંગલમાં જઈ રહ્યો હતો. તેની માતા સુનીતિએ તેને કહ્યું હતું, તારી સાવકી માતા સુરૂચિએ તને પિતાના ખોળામાં બેસવાની ના પાડી જેથી તારું મન નિરાશ થાય તે યોગ્ય છે. ભગવાનને પ્રાપ્ત કરો તો પિતના ખોળામાં બેસી શકશો. ભગવાનને મેળવવા માટે તપ કરવું પડશે. ધ્યાન રાખવું કોઈના કડવા વચન પોતાના મનમાં રાખવા નહીં. સામે રહેલાં વ્યક્તિએ જે બોલવાનું હતું, તે બોલી દીધું, તમારે તમારી તપસ્યા ઉપર ધ્યાન આપવું જોઈએ.

ધ્રુવને રસ્તામાં નારજી મળી ગયા. નારદજીએ ધ્રુવને ગુરુ મંત્ર આપ્યો- ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ કરીને ધ્રુવે તપસ્યા કરી. તપથી પ્રસન્ન થઈને ભગવાન પ્રકટ થાય ત્યારે ધ્રુવને કહ્યું, તમારું રાજ્ય અખંડ થશે. આવનાર સમયમાં તમારું યશ ગાન થશે. આ બોલીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયાં.

ભગવાનને જતા રહ્યાં પછી ધ્રુવને સમજાઈ ગયું કે ભગવાને મને તે આપી દીધું છે જે મારી પાસે પહેલાંથી છે અને ભવિષ્યમાં પણ મને આ બધી વસ્તુઓ મારે મારી મહેનતથી એકઠી કરવી પડશે. મેં ભગવાન પાસે આ બધું શું માગી લીધું? ભગવાન સામે હતા તો મારે ભગવાનને જ માગવાના હતાં. મારા મનમાં સાવકી માતાના વચન કોઈને કોઈ જગ્યાએ વસેલાં હતાં. એટલે હું ભગવાન પાસે કશું માગી શક્યો નહીં. કેમ કે મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી.

બોધપાઠ- જ્યારે જીવનમાં કોઈ સફળતા મળે ત્યારે આપણું આચરણ કેવું હોવું જોઈએ, તે આપણે પહેલાં જ નક્કી કરવું જોઈએ. આપણાં મનમાં અન્ય દ્વારા બોલવામાં આવેલાં કડવા વચન અને અન્ય માટે ખરાબ વાત ચાલી રહી છે તો આપણાં બધા નિર્ણય ખોટા સાબિત થશે, આપણી બુદ્ધિ યોગ્ય રીતે કામ કરશે નહીં. એટલે આપણે આપણી આલોચના અને અન્ય દ્વારા બોલવામાં આવેલી વાતો ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ નહીં.