વાર્તા- ઇગ્લેન્ડના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન સાથે જોડાયેલો એક કિસ્સો છે. એક દિવસ તેઓ ઘરની બહાર ફરવા ગયાં હતાં. ઘરમાં એક ટેબલ ઉપર ન્યૂટનના થોડા ખાસ શોધ પત્ર પડ્યાં હતાં. ટેબલ ઉપર લેમ્પ પ્રગટી રહ્યો હતો. રૂમમાં એક પાલતૂ કૂતરું ડાયમંડ એકલું રમી રહ્યું હતું.
તે રૂમમાં કૂતરું ખૂબ જ કુદકા મારીને રમી રહ્યું હતું. પછી તે કૂદકો મારીને ટેબલ ઉપર ચઢી ગયું. આ કારણે લેમ્પ પડી ગયો અને શોધ પત્રમાં આગ લાગી ગઈ. બધા જ કાગળિયા બળી ગયાં. કૂતરું ડરીને એક બાજુ બેસી ગયું.
ન્યૂટન ફરીને ઘરે પાછા આવ્યાં ત્યારે તેમણે આ બધું જોયું અને આશ્ચર્ય પામ્યાં. શોધ પત્રો તરીકે તેમની વર્ષોની મહેનત બળી ગઈ હતી. એક વાર તેમના મનમાં વિચાર આવ્યો કે તેઓ આ કૂતરાને સજા આપે, પરંતુ તેઓ વૈજ્ઞાનિક હોવાની સાથે-સાથે ફિલોસોફર અને જ્યોતિષી પણ હતાં. તેમણે વિચાર કર્યો કે ભૂલ તો તેમની જ છે. મારે આ કાગળિયા ટેબલ ઉપર મુકવા જોઈએ નહીં. બેદરકારી સાથે ટેબલ ઉપર પ્રગટી રહેલો લેમ્પ પણ રાખવો જોઈએ નહીં. હું મનુષ્ય થઈને ભૂલ કરી શકું છું તો આ તો જાનવર છે.
ન્યૂટને તેમના કૂતરાને બોલાવ્યો અને તેની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું કે તું નથી જાણતો કે તે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. ત્યાર પછી તેઓ ધ્યાનમાં બેઠા અને પોતાની યાદશક્તિમાં બધા જ શોધ કાર્ય યાદ કર્યાં અને શોધ પત્ર તૈયાર કર્યાં.
બોધપાઠ- જ્યારે આપણુ કોઈ મોટું નુકસાન થઈ જાય ત્યારે સૌથી પહેલાં તેમાં પોતાની ભૂલ શોધવી જોઈએ. જો આપણને આપણી ભૂલ ન મળે અને અન્ય લોકોની ભૂલ જોવા મળે તો માત્ર સજા આપવાથી તે નુકસાનની ભરપાઈ થઈ શકશે નહીં. વ્યક્તિ જો ધૈર્ય અને શાંતિ રાખે તો તેની યાદમાં તેજ જળવાયેલું રહે છે. તેનો લાભ ન્યૂટનને મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.