આજનો જીવનમંત્ર:જાહેરમાં તીખી ટિપ્પણી કરવાથી વાદ-વિવાદ વધી શકે છે

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એકવાર આચાર્ય વિનોબા ભાવેને યોજના આયોગની બેઠકમાં દિલ્હી બોલાવવામાં આવ્યાં. ત્યાં મોટા-મોટા અધિકારી, વિદ્વાન હાજર હતાં અને નેશનલ પ્લાનિંગ શબ્દ સાથે ચર્ચા-વિચારણાં થી રહી હતી.

જ્યારે વિનોબા ભાવેના બોલવાનો સમય આવ્યો ત્યારે તેઓ બોલ્યાં, રાષ્ટ્રીય યોજનાનો અર્થ હોવો જોઈએ, બધાને કામ મળે, બધાને ભોજન મળે અને બધાને છત મળે. રાષ્ટ્રીય શબ્દના અર્થમાં બધું જ સમાઈ જવું જોઈએ. શું તમારી આ યોજના એવી છે કે બધાને બધું જ મળશે?

એક અધિકારીએ કહ્યું, બધાને બધું જ ક્યારે મળી શકતું નથી. કોઈપણ યોજના એવી બની શકે નહીં.

વિનોબા ભાવે કહ્યું, તો પછી આ રાષ્ટ્રીય યોજના નથી. બધાને બધું જ મળશે નહીં તો શું અર્થ કાઢશો આટલું બધું કરવાનો?

વિનોબાને સમજાવવા માટે અધિકારીએ એક અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરીને કહ્યું, આ પાર્શિયલ પ્લાનિંગ છે, નેશનલ પ્લાનિંગ નથી. પાર્શિયલનો અર્થ થાય છે થોડા લોકો માટે.

વિનાબાએ કહ્યું, પાર્શિયાલિટીનો એક શબ્દ પક્ષપાત પણ થાય છે. જો આ થોડા લોકો માટે જ છે તો પક્ષપાત છે. જો તમારે પક્ષપાત જ કરવો છે તો ગરીબોના પક્ષમાં કરો. યોજના એવી બનાવો કે જેમની પાસે અભાવ છે, તેમનું કામ પૂર્ણ થાય.

વિનોબા ભાવેની વાત સાંભળીને બધા સમજી ગયા કે તેઓ વ્યંગ્ય કરી રહ્યા છે. તે પછી નવી દૃષ્ટિએ ચિંતન કરવામાં આવ્યું.

બોધપાઠ- વિનોબાજીની આ ટિપ્પણી આપણને એક વાત સમજાવી રહી છે કે જાહેરમાં કે કોઈ ગાઢ વિષય પર અનેક લોકોની વચ્ચે પોતાની વાત કહેવી હોય તો કેવી રીતે સામે રહેલાં વ્યક્તિની વાતમાં વ્યંગ્ય સાથે હળવી રીતે પોતાની વાત રાખી શકાય છે. જો જાહેરમાં આપણે તીખી ટિપ્પણી કરી તો વાતાવરણ તણાવભર્યું થઈ જશે અને વિવાદ વધી શકે છે.