આજનો જીવનમંત્ર:ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, જ્યારે પણ ભૂલ થઈ જાય ત્યારે તેનો સ્વીકાર કરી લો

11 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાત્મા ગાંધી સાથે જોડાયેલો કિસ્સો છે. ગાંધીજી બાળ લગ્નના વિરોધી હતાં. તેઓ ઇચ્છતા હતા કે મહિલાઓને પણ તેમનો અધિકાર મળે, તેઓ પણ ભણી શકે અને તેમને પણ આઝાદી મળે.

મહાત્મા ગાંધી મોટાભાગે કહેતા હતા કે મેં જે પીડા ભોગવી છે, તે અન્ય લોકો ભોગવે નહીં. તેમના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં કસ્તુરબા સાથે થઈ ગયાં હતાં. કસ્તુરબા ભણેલાં હતાં નહીં. ગાંધીજી તેમને ઘરની બહાર પણ જવા દેતા નહીં. ગાંધીજીએ સ્વયં સ્વીકાર કર્યો હતો કે હું મારી પત્ની ઉપર શંકા કરતો હતો. મારી માનસિકતા સંકુચિત હતી.

ધીમે-ધીમે ગાંધીજી પરિપક્વ થતા ગયાં, તેમના જીવનમાં સત્ય હંમેશાં જળવાયેલું રહ્યું. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો અને તે મહિલઓની આઝાદી અને અધિકારીના પક્ષમાં કહેતા હતાં, મેં જોયું છે કે, કેવી રીતે પુરૂષો મહિલાઓ ઉપર દબાણ કરે છે અને બાળ લગ્નના શું દુષ્પરિણામ હોય છે.

ગાંધીજીની આ ખાસિયત હતી કે તેમણે જીવનમાં જેટલાં પણ પ્રયોગ કર્યા તે ત્યારે કર્યા જ્યારે તેઓ તે પરિસ્થિતિમાંથી પસાર થયાં. તે સ્થિતિમાં ગાંધીજીએ જો કોઈ ભૂલ કરી ત્યારે તેમણે તેને સંતાડી નહીં. સુધારની અવસ્થામાં પોતાની ભૂલ અન્ય લોકોને જણાવી.

બોધપાઠ- ગાંધીજીનું વ્યક્તિત્વ આપણને બોધપાઠ આપે છે કે ભૂલ દરેક વ્યક્તિથી થાય છે. આપણે ભૂલનો સ્વીકાર કરવો જોઈએ અને તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે આપણે ભૂલ સ્વીકાર કરીશું ત્યારે તેને સુધારવા માટે આપણો આત્મવિશ્વાસ વધે છે.