આજનો જીવન મંત્ર:જે લોકો અવગણના કે ચુગલી કરે છે, તેમનાથી સાવધાન રહો, નહીંતર તમારું મોટું નુકસાન થઇ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામાયણમાં કૈકયી રામને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ મંથરાએ કૈકયીની બુદ્ધિ પલટાવી દીધી અને રામને 14 વર્ષ માટે વનવાસ મોકલી દીધા

વાર્તા- રામાયણમાં રાજા દશરથે એવી ઘોષણા કરી દીધી હતી કે બીજા દિવસે રામનો રાજ્યાભિષેક કરવામાં આવશે, આ ઘોષણાથી કૌશલ્યા, સુમિત્રા અને કૈકયી સાથે સંપૂર્ણ અયોધ્યા પ્રસન્ન હતું. પરંતુ મંથરા નિરાશ હતી.

મંથરા કૈકયીના લગ્નમાં દહેજમાં આવી હતી. તેનો સ્વભાવ કામને ખરાબ કરવાનો હતો. તેને આ કામમાં ખૂબ જ આનંદ આવતો હતો અને તે એવી જ કોશિશ કરતી રહેતી કે કેવી રીતે બીજાનું નુકસાન કરવામાં આવે. મંથરા કુટિલ બુદ્ધિની મહિલા હતી, અન્યની અવગણના અને ચુગલી કરવી તેની આવડત હતી.

રામના રાજ્યાભિષેક પહેલાંની રાતે કૈકયીએ જોયું કે મંથરા નિરાશ બેઠી છે. રાણીએ તેને કારણ પૂછ્યું ત્યારે મંથરા બોલી, આજે બધા પ્રસન્ન છે, પરંતુ હુ દુઃખી છું. કેમ કે હું તમારા હિત અંગે વિચારી રહી છું. રામ રાજા બની જશે તો કૌશલ્યા સાથે મળીને તમને અને તમારા દીકરા ભરતને જેલમાં નાખી દેશે.

આ વાત સાંભળીને કૈકયીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મંથરાને એક લાફો મારી દીધો. કૈકયી બોલી, તું રાજા દશરથ, રામ અને કૌશલ્યા માટે મારી સામે ખરાબ વાત ન કરો.

મંથરાએ હિંમત હારી નહીં, લાફો ખાધા પછી પણ તે ધીમે-ધીમે એવી વાતો કહેતી રહી, જેના કારણે કૈકયીનું મન બદલાઇ ગયું. તે કૈકયીની નબળાઇને ખૂબ જ સારી રીતે જાણતી હતી. મંથરાની વાતો સાંભળીને કૈકયી ગભરાઇ ગઇ। તેને લાગ્યું કે મંથરા સાચું જણાવી રહી છે.

રાણીએ મંથરાને પૂછ્યું, હવે તું જ જણાવ મારે શું કરવું જોઇએ?

મંથરાએ કહ્યું, રાજા દશરથે તમને બે વરદાન આપ્યાં છે. તમે બંને વરદાન માગી લો. પહેલાં વરદાનમાં રામ માટે 14 વર્ષનો વનવાસ અને બીજામાં ભરતનો રાજ્યાભિષેક.

આ પ્રકારે જે કૈકયી રામને ખૂબ જ પ્રેમ કરતી હતી, તે મંથરાની વાતોમાં આવી ગઇ અને રામને વનવાસ મોકલી દીધા

બોધપાઠ- ઘર, વેપાર અને સમાજમાં આપણે ધ્યાન રાખવું જોઇએ કે, આપણી આસપાસ અનેક એવા લોકો છે, જેમને ખરાબ બોલવાની અને ચુગલી કરવાની ટેવ હોય છે. આવા લોકો અહીંની વાત ત્યાં કરે છે અને કામ ખરાબ કરે છે. જ્યારે આપણે સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ કરી લઇએ છીએ ત્યારે આપણું જ નુકસાન થાય છે. આવા લોકોથી બચવું જોઇએ, જે નિંદા કરીને સારા કામને ખરાબ કરી દે છે.