આજનો જીવનમંત્ર:જેવા વિચાર આપણાં મનમાં રહે છે, તેવી જ આપણી વાતો હોય છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં શ્રીરામ સંપૂર્ણ વાનર સેના સાથે લંકા પહોંચી ગયા હતાં. ત્યાં એક સુબેલ પર્વત હતો, યુદ્ધના એક દિવસ પહેલાં તે પર્વત ઉપર શ્રીરામ આરામની મુદ્રામાં બેઠા હતાં. તેમની આસપાસ બધા લોકો બેઠા હતાં.

રાત થઈ ગઈ હતી. શ્રીરામજીએ ચંદ્રને જોઈને બધાને એક પ્રશ્ન પૂછ્યો, ચંદ્રમાં જે કાળો દાગ જોવા મળે છે, તે કઈ વાતનો છે?

સુગ્રીવજીએ ઉત્તર આપ્યો, તે પૃથ્વીનો પડછાયો છે. કેમ કે સુગ્રીવનો મોટા ભાઈ વાલિ સાથે રાજ્યને લઇને ઝઘડો થયો ત્યારે તેમના મનમાં પૃથ્વી જ હતી.

વિભીષણે કહ્યું, રાહુએ ચંદ્ર ઉપર પ્રહાર કર્યો હતો, આ તેનું નિશાન છે. વિભીષણે આવું એટલાં માટે કહ્યું, કેમ કે તેમને પોતાના ભાઈ રાવણ દ્વારા લાત મારવામાં આવી હતી.

અંગદે કહ્યું, જ્યારે કામદેવની પત્ની રતિનું સુંદર મુખ બ્રહ્માજીએ બનાવ્યું ત્યારે ચંદ્ર પાસેથી આટલો ભાગ લઈ લીધો. અંગદે ભાગલાની વાત એટલાં માટે કહી કેમ કે, વાલિ પછી અંગદે જ રાજા બનવાનું હતું, પરંતુ સુગ્રીવને રાજા બનાવી દેવામાં આવ્યો ત્યારે અંગદના ભાગનો અધિકાર જતો રહ્યો.

હનુમાનજીએ કહ્યું, શ્રીરામજીની શ્યામલ છવિ ચંદ્રમાં જોવા મળી રહી છે. જેમના મનમાં જે હોય છે, તે તેવું જ બોલે છે. હનુમાનજીના મનમાં રામ છે જેથી તેમણે રામજીની શ્યામલ છવિને ચંદ્રનો દાગ જણાવ્યો.

બોધપાઠ- આપણાં મનમાં જે પણ હશે, તે વાણી સ્વરૂપમાં ક્યારેક ને ક્યારેક બહાર આવી જ જાય છે. એટલે હનુમાનજી પાસેથી બોધપાઠ લેવો જોઈએ કે આપણે આપણાં મનમાં હંમેશાં સારી વાતો રાખીએ, પોઝિટિવ વિચાર રાખીએ જેથી તેની સારી અસર આપણી બોલચાલ પર રહે. આપણે સારી વાતો બોલીએ.