તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story From Ramayana, Ramayana Facts In Hindi, Shriram And Sita Vivah

આજનો જીવનમંત્ર:અપશબ્દો કહેતા સમયે ધ્યાન રાખો કે તેમાં વ્યંગ્ય હોય, સંકેત હોય, પરંતુ સામે રહેલા વ્યક્તિનું અપમાન ન હોય

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સીતા-રામના લગ્ન સાથે જોડાયેલો કિસ્સો છે. જ્યારે શ્રીરામ અને સીતાના લગ્ન થઈ રહ્યા હતાં, ત્યારે અયોધ્યાથી રાજા દશરથ પોતાના નગરવાસીઓ સાથે વરઘોડો લઇને જનકપુર આવી ગયા હતાં.

તે સમયે મિથિલાના લોકો અપશબ્દો બોલવામાં શ્રેષ્ઠ હતાં. જનકપુરમા વરઘોડો પહોંચી ગયો હતો. એવું કહેવામાં આવે છે કે 6 રસથી બનેલાં અનેક વ્યંજન મહેમાનોને પીરસવામાં આવ્યાં હતાં. જ્યારે મહેમાનો ભોજન કરી રહ્યા હતાં, તે સમયે જનકપુરની સ્ત્રીઓ પોતાના મધુર કંઠથી અવધપુરના સ્ત્રીઓ અને પુરૂષોનું નામ લઈને અપશબ્દોવાળા ગીત ગાવા લાગ્યાં હતાં.

આ અપશબ્દો સાંભળીને દશરથ, રામ અને બધા રાજકુમાર હસવા લાગ્યાં. એકવાર તો રાજા જનક ડરી ગયા કે કોઇ મહેમાનને ખરાબ લાગે નહીં. તે સમયે રાજા દશરથ બોલ્યા, આ અપશબ્દો સાંભળીને અમને સારું લાગી રહ્યું છે કેમ કે આ અવસર લગ્નનો છે. આ ગીતમા જે અપશબ્દોનો ઉપયોગ કરવામા આવ્યો હતો તે સામે રહેલા વ્યક્તિની મજાક ઉડાવવા માટે ઉપયોગમા લેવામાં આવ્યાં છે. પરંતુ લગ્નના અવસરમાં આવા ગીતો પણ સારા લાગે છે.

બોધપાઠ- રાજા દશરથે આપણને બોધપાઠ આપ્યો કે કોઈ ખાસ અવસરમા બોલવામાં આવેલ અપશબ્દ પણ એવી રીતે બોલવા જોઈએ જેમાં વ્યંગ્ય હોય, સંકેત હોય, પરંતુ કોઈપણ વ્યક્તિનું અપમાન થવું જોઈએ નહીં. ધ્યાન રાખો આવા અપશબ્દને ભૂલથી પણ બોલવા જોઈએ નહીં, જેમાં સામે રહેલો વ્યક્તિ અપમાનિત થઈને ગુસ્સે થઈ જાય.