તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:કામ કોઇપણ કરો, માણસાઈ ક્યારેય છોડવી નહીં, સાથીઓના સુખ-દુઃખનું ધ્યાન રાખો

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ અને હનુમાનજી સાથે જોડાયેલી એક ઘટના છે. રાવણ વધ પછી એક દિવસ હનુમાનજીએ શ્રીરામને કહ્યું, પ્રભુ, તમારો અવતાર માત્ર રાવણને મારવા માટે નથી થયો. તમારા અવતારનો મુખ્ય ઉદેશ્ય લોક શિક્ષા છે. તમે બધા પ્રાણીઓની અંદર જીવનની આશા જગાડવાનું કામ કર્યું છે.

રાવણથી બધા જ જીવ એટલા ગભરાતા હતા કે તેમની જીવવાની ઇચ્છા જ ખતમ થઇ ગઇ હતી. અનેક લોકો ખોટા રસ્તાઓ અપનાવી રહ્યા હતા અને થોડા લોકો તો પોતાનું જીવન જ નષ્ટ કરવા લાગ્યાં હતાં.

હનુમાનજીની આ વાત બિલકુલ યોગ્ય છે. શ્રીરામજીએ રાવણ સાથે યુદ્ધ કર્યું, આ અભિયાન પાછળ અનેક લોકોનો ખાસ ઉદેશ્ય હતો. શ્રીરામ એકલાં જ રાવણને મારી શકતા હતાં. પરંતુ, શ્રીરામ એવું કરે તો કોઇ અન્ય રાવણ જીવિત થઇ જાય. રાવણ વધ પછી પણ લોકો જાગતા નહીં તો રામ અવતારનો ઉદેશ્ય પૂર્ણ થઇ શકતો નહીં.

શ્રીરામજીએ આદિવાસી, વનવાસી, વાનર, રીંછ, રાક્ષસ સહિત બધા જીવોને જગાડવાનું કામ કર્યું છે. ભગવાને બધાને એવો અહેસાસ કરાવ્યો કે આપણો ઉદેશ્ય યોગ્ય હોવો જોઇએ અને તેને ચોક્કસ સમયે પૂર્ણ કરવો જોઇએ.

બોધપાઠ- શ્રીરામજીએ આપણને બોધપાઠ આપ્યો છે કે આપણે રાષ્ટ્રીય, વ્યાપારિક, સામાજિક કે પારિવારિક કોઇપણ કામ કરીએ ત્યારે તેમાં માનવીય પક્ષ જરૂર રાખવો. પોતાની ટીમની ભાવનાઓ અને તેમના સુખ-દુઃખને સમજો. સાથીઓના વિચારો અને પોતાના લક્ષ્યમાં તાલમેલ જાળવીને આગળ વધવું જોઇએ. આ વાતનું ધ્યાન રાખશો તો ટીમનો દરેક સભ્ય સંપૂર્ણ પ્રામાણિકતાથી પોતાની જવાબદારી નિભાવશે.