તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story From Ramayana, Inspirational Story By Pandit Vijayshankar Mehta

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:જો તમે કોઇ મોટું કામ કરી રહ્યા છો તો લોકો સાથે મુલાકાત દરમિયાન તમારા લક્ષ્યનું ધ્યાન રાખો

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • શ્રીરામ અને લક્ષ્મણ શબરીના આશ્રમમાં પહોંચ્યાં હતા, લક્ષ્મણને ફરિયાદ હતી કે તેમણે સીતાજીની શોધ કરવાની છે અને શ્રીરામ બોર ખાઇ રહ્યા છે

વાર્તા- રામાયણમાં જ્યારે સીતાનું અપહરણ થઇ ગયું ત્યારે શ્રીરામ અને લક્ષ્મણ તેમની શોધ કરી રહ્યા હતાં. અનેક કોશિશ પછી પણ સીતા અંગે કોઇ જાણકારી મળી રહી નહોતી. બંને ભાઈ જંગલમાં ભટકી રહ્યા હતાં. આ દરમિયાન તેઓ શબરીના આશ્રમમાં પહોંચ્યાં.

શબરી શ્રીરામજીના ભક્ત હતાં. તેમના ગુરુએ કહ્યું હતું કે, એક દિવસ રામ આવશે ત્યારથી તેઓ આશ્રમમાં જ તેમની રાહ જોઇ રહી હતી. જ્યારે શ્રીરામ-લક્ષ્મણ આશ્રમ પહોંચ્યાં ત્યારે શબરી ખૂબ જ પ્રસન્ન થયાં. બંને ભાઈઓને બેસાડ્યા, તેમને ભૂખ પણ લાગી હતી.

શબરી ભોજન માટે બોર લઇને આવ્યાં. બોર ખાટ્ટા ન આવે તેના માટે પહેલાં તે પોતે ચાખતાં અને પછી શ્રીરામને ખાવા માટે આપતાં હતા. રામ પણ તે બોરને પ્રેમથી ખાતા રહ્યાં હતાં. કેમ કે, તે બોર મીઠા હતાં.

આ જોઇને લક્ષ્મણને બે ફરિયાદ થઇ. તેઓ વિચારવા લાગ્યાં કે રામ તો એંઠા બોર ખાઇ રહ્યા છે અને મને પણ ખવડાવી રહ્યા છે. બીજી ફરિયાદ હતી કે આપણે સીતાજીની શોધ કરવાની છે અને ભાઇ અહીં આરામથી બોર ખાઇ રહ્યા છે. તો શું ભાઇ સીતાજીને શોધવાનું છે તે વાત ભૂલી ગયા છે.

શ્રીરામે જ્યારે બોર ખાઇ લીધા ત્યારે તેમણે શબરીને કહ્યું, તમે જે ઇચ્છતાં હતાં, તે મેં કર્યું, અમે બોર ખાઇ લીધા છે. હું તમને એક વાત પૂછવા માંગું છું. અમે સીતાને શોધી રહ્યા છીએ. તમે વનમાં રહો છો, અમને આગળ જવાનો રસ્તો બતાવો. શબરીએ શ્રીરામને આગળ જવાનો યોગ્ય રસ્તો બતાવ્યો.

લક્ષ્મણને સમજાઇ ગયું કે ભાઇ કેટલાં સાવધાન છે, તેઓ શબરીના એઠા બોર પ્રેમથી ખાઇ રહ્યા હતાં, તેમની સાથે સારી વાત પણ કરી, પરંતુ પોતાનું કામ પણ યાદ હતું.

બોધપાઠ- આપણે પણ આપણાં મુખ્ય લક્ષ્યનું હંમેશાં ધ્યાન રાખવું જોઇએ. પરંતુ અન્ય લોકો સાથે સમય પસાર કરવો હોય, કોઇ જગ્યાએ રોકાવું હોય તો તે પણ કરવું, પરંતુ પોતાનું મૂળ કામ ભૂલવું નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો