તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story About The King, We Should Remember These Tips In Problems

આજનો જીવનમંત્ર:મુશ્કેલ સમયમાં હસવાનું બંધ ન કરો, હસતા-હસતા જ દુઃખોને ઘટાડી શકાય છે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- પ્રાચીન સમયમાં એક રાજાને યુદ્ધ કરવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે તે યુદ્ધ કરવા જતો હતો ત્યારે તેની સાથે ભોજનનો એટલો સામાન હોય કે તેનો ભાર ઉપાડવા માટે 300થી વધારે હાથીઓની જરૂરિયાત પડતી હતી.

એકવાર રાજા યુદ્ધ લડવા ગયો ત્યારે સામેનો દુશ્મન તેના ઉપર ભારે પડ્યો. દુશ્મને રાજાને હરાવી દીધો અને તેને નજરબંધ કરી દીધો. રાજાના બધા હાથીઓને દુશ્મન રાજાએ કેદ કરી લીધા.

રાજા હવે કેદીઓની જેમ રહેતો હતો. એક દિવસ રાજાનો જૂનો રસોઈઓ તેને મળવા પહોંચ્યો. રસોઇયાને જોઇને રાજાએ કહ્યું, મને ખૂબ જ ભૂખ લાગી છે, શું તું મારા માટે ભોજન બનાવી દઇશ?

રસોઇયાએ કોઇપણ પ્રકારે રાજા માટે રોટલી અને થોડું શાક બનાવવાની વ્યવસ્થા કરીને આવી ગયો અને ભોજન એક નાના વાસણમાં લઇને રાજા પાસે પહોંચ્યો. રસોઇયાએ ભોજન રાજા સામે રાખી દીધું. રાજા વાસણ હાથમાં લે, તે પહેલાં એક કૂતરું આવી ગયું અને તેણે વાસણમાં મોં રાખી દીધું.

વાસણનું મુખ નાનું હતું. આ કારણે કૂતરાનું મુખ વાસણમાં ફસાઇ ગયું અને ભયના કારણે કૂતરો ત્યાંથી વાસણ લઇને ભાગી ગયો. આ જોઇને રાજાને હસવું આવી ગયું.

રસોઇઓ આ બધું ખૂબ જ ધ્યાનથી જોઇ રહ્યો હતો. રાજાને હસતા જોઇને તેણે પૂછ્યું, તમે આ રીતે કેમ હસી રહ્યા છો? ખૂબ જ મુશ્કેલીથી હું તમારા માટે ભોજન લાવ્યો હતો, તમને ઘણાં દિવસો પછી થોડું સારું ભોજન મળ્યું હતું અને તે એક કૂતરો લઇને ભાગી ગયો અને તમે હસી રહ્યા છો.

રાજાએ કહ્યું, હું એ વિચારીને હસી રહ્યો છું કે, એક સમયે મારું ભોજન લઇ જવા માટે 300થી વધારે હાથીઓની જરૂરિયાત રહેતી હતી અને આજે એક કૂતરું મારું ભોજન લઇને ભાગી ગયો છે.

બોધપાઠ- પરિસ્થિતિ ક્યારે બદલાઇ જાય, કોઇ કહી શકે નહીં. એટલે જ્યારે મુશ્કેલ સમય આવે, ત્યારે પણ આપણે હસીને પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ. હસતા રહેવાથી દુઃખ ઘટાડી શકાય છે.