વાર્તા- નિંબાર્કાચાર્યજીનું નામ નિયમાનંદજી હતું. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતાં અને નારદજીને ગુરુ માનતા હતાં. તેમના નામથી દ્વૈતાદ્વૈત મતની નિંબાર્ક સંપ્રદાય શાખા ચાલી રહી છે. આજે પણ તેમને ખૂબ જ પૂજવામાં આવે છે.
નિયમાનંદજી પોતાના સિદ્ધાંતોના પ્રચાર માટે વૃંદાવન પહોંચી ગયાં હતાં. ગિરિરાજ ગોવર્ધન પાસે તેમણે પોતાનું એક સ્થાયી નિવાસ બનાવી લીધું. એક દિવસ તેમની પાસે એક દંડી સ્વામી આવ્યાં. એવા મહાત્મા જેઓ પોતાના હાથમાં દંડો રાખતાં હતાં. બંને વિદ્વાન સંત હતાં.
બંને સંતોની વચ્ચે શાસ્ત્રોની ચર્ચા ચાલી રહી હતી. સમય એવો વિતી ગયો કે રાત થઈ ગઈ અને બંનેને જાણકારી થઈ જ નહીં. જ્યારે અંધારૂ જોઈને સમયનું ભાન થયું ત્યારે નિયમાનંદજીએ પોતાના અતિથિ દંડી સ્વામીને કહ્યું, માફ કરજો, સમયની મને જાણ થઈ નહીં. તમને ભોજન માટે પૂછ્યું નહીં, તમે ભૂખ્યા રહી ગયાં.
દંડી સ્વામીજીએ કહ્યું, અમે તો સૂર્યાસ્ત પછી ભોજન કરતા જ નથી.
નિયમાનંદજીને થયું કે મહેમાન ભૂખ્યા રહી જશે. આ વાત યોગ્ય નથી. તેમણે આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે હવે તમે જ કશું કરો.
તે બંને જે વૃક્ષ નીચે બેઠા હતાં. તે લીમડાનું ઝાડ હતું. તે સમયે તેમની પ્રાર્થનાના કારણે એક પ્રકાશ ફેલાયો અને એક અવાજ આવ્યો. દંડી સ્વામીને સંભળાયું કે ભોજન કરી લો. આ અવાજ સાંભળીને દંડી સ્વામીએ ભોજન કર્યું. ધીમે-ધીમે પ્રકાશ દૂર થઈ ગયો.
આ દિવ્ય ઘટના પછી દંડી સ્વામી અને અન્ય બધા લોકોએ નિયમાનંદજીનું નામ નીંબાદિત્ય કરી દીધું. પછી તેઓ નિંબાર્કાચાર્ય થઈ ગયાં.
બોધપાઠ- જ્યારે આપણે સાફ મનથી પૂજા કરીએ છીએ ત્યારે પરમાત્મા પ્રકૃતિની મદદ લઇને અન્ય લોકોના દિમાગમાં તે વિચાર ઉમેરે છે, જેના માટે આપણે આગ્રહ કરીએ છીએ. નિંબાર્કાચાર્યજી ઇચ્છતા હતાં કે દંડી સ્વામી ભોજન કરી લે અને દંડી સ્વામીને આ આજ્ઞા પ્રકૃતિ તરફથી મળી ગઈ. ઠીક આવી જ રીતે સાચા ભક્તને ભગવાનની કૃપા મળે છે. કૃપાના કારણે ભક્ત પ્રભાવશાળી થઈ જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.