તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story About Life, Suicide Is A Step Like Abusing Life, Living Life Is An Act Of Virtuous Work

આજનો જીવનમંત્ર:આત્મહત્યા જીવનનો દુરૂપયોગ કરવા જેવું પગલું છે, જીવન જીવવું પુણ્યનું કામ છે

20 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહર્ષિ રમણ પોતાના આશ્રમમાં મોટાભાગના કામ જાતે જ કરતાં હતાં. તેઓ કામ કરતા-કરતા શિષ્યોને ઊંડો સંદેશ પણ આપતાં હતાં. તેમના આશ્રમ પાસે જ એક અધ્યાપક રહેતો હતો.

વાંચતા-વાંચતાં અધ્યાપકના ઘરમાં હંમેશાં ક્લેશ થતો હતો. પતિ-પત્નીના ઝઘડા એટલાં વધી ગયા કે તે શિક્ષકે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને ઘરેથી રવાના થયો. તેના મનમાં અનેક વિચાર ચાલી રહ્યા હતાં, તેમાંથી એક વિચાર એવો પણ હતો કે મૃત્યુ પામતા પહેલાં એકવાર મહર્ષિ રમણને મળી લેવું જોઈએ, તેના પછી તો મૃત્યુ નક્કી જ છે.

શિક્ષક મહર્ષિ રમણ પાસે પહોંચી ગયો. મહર્ષિ તે સમયે પતરાળ બનાવી રહ્યા હતાં. આશ્રમમાં ભોજન માટે પતરાળનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, તે વ્યક્તિ શિક્ષક હતો એટલે તેને જિજ્ઞાસા થઈ અને તેણે મહર્ષિને પ્રશ્ન પૂછ્યો, તમે આ પતરાળ આટલી મહેનત અને એકાગ્રતા સાથે બનાવી રહ્યા છો અને લોકો તેમાં ભોજન કરીને તેને ફેંકી દેશે. શું ફાયદો આવી મહેનતનો?

મહર્ષિએ કહ્યું, આ વાત બિલકુલ યોગ્ય છે કે અમે પતરાળ ખૂબ જ મહેનતથી બનાવીએ છીએ, એ પણ સાચું છે કે તેનો ઉપયોગ કર્યા પછી લોકો તેને ફેંકી દેશે, પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકશે. થોડા લોકો તો ઉપયોગ કર્યા વિના કે વસ્તુઓનો દુરૂપયોગ કરીને વસ્તુ ફેકી દે છે. જે ખોટું છે.

રમણ જાણતાં હતા કે તે વ્યક્તિ તણાવમાં છે. દુઃખી શિક્ષકે રમણના ઉત્તરથી તરત સંદેશ સમજી લીધો કે આત્મહત્યા કરવી જીવનનો દુરૂપયોગ કરવા જેવું છે.

બોધપાઠ- આપણને મનુષ્યનું જીવન મળ્યું છે તો તેનો યોગ્ય ઉપયોગ કરો. આમ જ મૃત્યુમાં તેને ફેંકવું જોઈએ નહીં. આત્મહત્યા કરવી પાપ છે અને જીવન જીવવું પુણ્યનું કામ છે.