આજનો જીવનમંત્ર:ક્યારેય ખરાબ લોકો સાથે રહેશો નહીં, કેમ કે ખરાબ સંગતમાં સારા લોકો પણ ખરાબ કામ કરી શકે છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- અયોધ્યાના રાજમહેલમાં શ્રીરામનું રાજતિલક થવાનું હતું. બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. કૈકેયી રાજા દશરથને હંમેશાં કહેતી હતી કે રામનું રાજતિલક કરી દેવું જોઈએ. કૈકેયીનો સગો દીકરો ભરત હતો, પરંતુ તે રામને ખૂબ જ પ્રેમ કરતી હતી.

અયોધ્યામાં મંથરા નામની એક સેવિકા હતી. તે કૈકેયી સાથે તેના પિયરેથી દહેજમાં આવી હતી. મંથરાની બુદ્ધિ દેવી સરસ્વતીએ ભ્રમિત કરી દીધી હતી.

મંથરા કૈકેયી પાસે જાય છે અને કહે છે, રામનું રાજતિલક થવાનું છે.

કૈકેયી તેનાથી પ્રસન્ન થઈને કહે છે, તું બોલ તારે શું ઈનામ જોઈએ છે, તે આજે મને મારા મનની વાત જણાવી છે. હું આજે ખૂબ જ પ્રસન્ન છું કે રામ રાજા બની રહ્યો છે.

મંથરા તો કૈકેયની બુદ્ધિ ભ્રષ્ટ કરવા આવી હતી, અહીં કૈકેયી રામના વખાણ કર્યાં પરંતુ મંથરા જેવા લોકો ક્યારેય થાકતા નથી. મંથરાએ પહેલાં તો થોડા તર્ક આપ્યાં ત્યારે કૈકેયીએ તેની બધી જ વાતોને નકારી દીધી.

મંથરા જાણતી હતી કે કૈકેયી જેલ જવાથી ખૂબ જ ડરે છે, કારાગૃહ તેનો આંતરિક ભય છે. મંથરાએ તે વાતનો ફાયદો ઉઠાવ્યો. મંથરા જેવા લોકો અન્ય લોકોની નબળાઈનો ફાયદો ઉઠાવવાનું સારી રીતે જાણે છે.

મંથરાએ કહ્યું, જો રામ રાજા બની જશે તો રામ અને કૌશલ્યા તમને કારાગૃહમાં મોકલી દેશે.

આ સાંભળીને કૈકેયી ડરી ગઈ અને પૂછવા લાગી, જણાવો મારે શું કરવું જોઈએ?

મંથરા કહે છે, રાજા કોઈપણ બને, મારે તેનાથી શું? રાજા પોતાને નિષ્પક્ષ અને સારા બતાવે છે.

થોડીવાર પહેલાં જ કૈકેયીએ મંથરાને લાફો માર્યો હતો, આ વાત માટે કે તે રામની આલોચના કરી રહી હતી, તે કૈકેયી હવે મંથરાને જ પૂછે છે, જણાવો મારે શું કરવું જોઈએ?'

મંથરાએ કહ્યું, રામને વનવાસ અને ભરતને રાજ

મંથરા એક વૃત્તિનું નામ છે. મંથરા જેવી વૃત્તિ જ્યારે આપણી અંદર આવી જાય છે ત્યારે આપણે આપણાં જ ઘરને તોડવાનું કામ કરીએ છીએ.

બોધપાઠ- કોઈપણ સ્થિતિમાં કુસંગતિ ક્યારેય કરવી જોઈએ નહીં. કૈકેયી જેવી સારી મહિલા જે રામને ખૂબ જ પ્રેમ કરતી હતી, તેણે પણ મંથરાની વાતોમાં આવીને રામને વનવાસ મોકલી દીધો. આ વાતનું ધ્યાન હંમેશાં રાખવું કે કેવા લોકો સાથે આપણે રહેવું જોઈએ? કેવા લોકોની સલાહ માનવી જોઈએ અને કેવા લોકોની સલાહ માનવી જોઈએ નહીં, આ વાતનું ધ્યાન હંમેશાં રાખો.