આજનો જીવનમંત્ર:પૂજા-પાઠ જેવા શુભ કાર્યો માટે આપણે કોઈ અન્ય વ્યક્તિ ઉપર આશ્રિત થવું જોઈએ નહીં

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક જંગલમાં ભગવાન મહાવીર ધ્યાન મુદ્રામાં ઊભા હતાં. મહાવીર સ્વામી એવું આકરું તર કરતા હતાં કે જોનાર લોકો તેમનાથી પ્રભાવિત થઈ જતાં, પરંતુ એક દિવસ વિચિત્ર ઘટના બની.

એક ગોવાળિયો તે જંગલમાં પોતાની ગાય અને બળદોને ચરાવવા માટે આવ્યો હતો, ત્યારે તેને કોઈ કામ યાદ આવી ગયું. ગોવાળિયાએ સ્વામીજીને જોયા ત્યારે તેણે વિચાર્યું કે આ વ્યક્તિ આંખ બંધ કરીને ઊભો છે એટલે આરામ કરી રહ્યો છે. અઇહીં જંગલમાં હું કોને મારા જાનવરોનું ધ્યાન રાખવા માટે કહું.

ગોવાળિયો મહાવીર સ્વામી પાસે પહોંચ્યો અને કંઇ જાણ્યા વિના કે આ વ્યક્તિ ધ્યાન મુદ્રામાં છે, આરામ કરી રહ્યો છે કે સૂતો છે તેણે સ્પષ્ટ કહી દીધું કે મારા પશુઓનું ધ્યાન રાખજો બાબા, મારી ગાયો અને બળદ અહીં ઘાસ ચરી રહ્યાં છે. હું કોઈ કામ માટે જઈ રહ્યો છું, પાછો આવું ત્યાં સુધી આમની ઉપર નજર રાખવી. આ કહીને તે ગોવાળિયો ચાલ્યો ગયો અને મહાવીર પોતાના ધ્યાનમાં હતાં.

જ્યારે ગોવાળિયો પાછો ફર્યો ત્યારે જોયું કે તે વ્યક્તિ તો તેવી રીતે જ ઊભો છે અને તેની ગાયો અને બળદો અહીં-ત્યાં જતાં રહ્યાં છે. ગોવાળિયાએ કહ્યું, ક્યા ગયા મારા ગાળ-બળદ? મેં અહીં જ તેમને છોડ્યાં હતાં.

મહાવીર ધ્યાન મુદ્રામાં હતાં. તેમણે કોઈ ઉત્તર આપ્યો નહીં.

ગોવાળિયાને થયું કે આ મારી વાત સાંભળી રહ્યા નથી. તેને ગુસ્સો આવી ગયો, તેણે વિચાર્યું કે હું આ વ્યક્તિને મારીશ. આવું વિચારીને તે મહાવીર સ્વામીને મારવાનો જ હતો કે તે સમયે સ્વર્ગથી ઇન્દ્રએ જોયું તો તેઓ તરત નીચે આવ્યાં અને ગોવાળિયા ઉપર ગુસ્સો કરીને તેને ભગાડી દીધો. ગોવાળિયો ત્યાંથી જતો રહ્યો.

જ્યારે મહાવીરજીનું ધ્યાન પૂર્ણ થયું ત્યારે ઇન્દ્રએ કહ્યું, તમે આવી તપસ્યા કરો છો અને આ પ્રકારના વિઘ્નો જંગલમાં આવી શકે છે તો મને આજ્ઞા આપો કે હું તમારી સેવા કરું, તમારી દેખભાળ કરું.

મહાવીર બોલ્યાં, તમારો ખૂબ-ખૂબ ધન્યવાદ, પરંતુ જ્યારે કોઈ તપસ્યા કરે છે ત્યારે તેને કોઈ ઇન્દ્રના સહયોગની જરૂરિયાત હોતી નથી. મુક્તિ, તપ મનુષ્યએ જાતે જ કોશિશ કરીને મેળવવું જોઈએ. આ અંગત પુરૂષાર્થનો મામલો હોય છે.

બોધપાઠ- મહાવીર સ્વામીની આ વાત આપણને બોધ આપે છે કે વ્યક્તિએ પોતાના અંગત અને મહત્ત્વપૂર્ણ કામ જાતે જ કરવા જોઈએ. ખાસ કરીને પૂજા-પાઠ જેવા શુભ કાર્યોમાં કોઈ અન્ય ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં.