• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Mahabharata Story, Yudhishthir And Bhim Story, It Is Not Right To Be Late In Doing Good Work, Because We Do Not Know What Will Happen Tomorrow

આજનો જીવનમંત્ર:સારા કામ કરવામાં મોડું કરવું યોગ્ય નથી, કેમ કે આપણે કાલે શું થશે તે જાણતા નથી

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાભારતમાં પાંચેય પાંડવોમાં ખૂબ જ એકતા હતી. મોટા ભાઈ યુધિષ્ઠિરનું ચારેય ભાઈ ખૂબ જ સન્માન કરતાં હતાં. યુધિષ્ઠિર એક કામ કરવા માટે કહેતા ત્યારે ચારેય ભાઈ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ તે કામ સૌથી કરવા માટે દોડતા હતાં.

ક્યારેક-ક્યારેક એકબીજાને સમજવવા માટે પાંચેય ભાઈ થોડા કામ એવા કરતા હતાં કે જોનાર વ્યક્તિને એવું લાગતું કે એક ભાઈ બીજા ભાઈનું અપમાન કરી રહ્યો છે. આવું કરવા પાછળ તેમનો ઉદેશ્ય હતો કે ભાઈને કોઈ સંદેશ પ્રાપ્ત થઈ જાય.

એક દિવસ યુધિષ્ઠિર પોતાની રાજસભામાં બેઠા હતાં. તેમની પાસે એક વ્યક્તિ ભિક્ષા માગવા માટે આવ્યો. યુધિષ્ઠિર તે સમયે વ્યસ્ત હતાં. માગનાર વ્યક્તિએ નિવેદન કર્યું, પરંતુ યુધિષ્ઠિરે માનવ સ્વભાવના કારણે કહી દીધું, તમે જે માગી રહ્યા છો, તે હું આજે તો આપી શકીશ નહીં. તમે કાલે આવી જજો, કાલે મારીપાસે સમય પણ રહેશે. હું વ્યવસ્થા કરી દઈશ.

માગનાર વ્યક્તિને જાણ થઈ ગઈ, પરંતુ આ દૃશ્ય ભીમ જોઈ રહ્યો હતો. ભીમે તરત પોતાના સેવકોને આદેશ આવ્યો, વાદ્ય વગાડો, આનંદ માણો.

આદેશ મળતા જ સેવક વાદ્યો વગાડવા લાગ્યાં, સંગીતથી સંપૂર્ણ વાતાવરણ ગુંજી ઉઠ્યું. બધા જ લોકો ઉત્સવ મનાવવા લાગ્યાં ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, ભીમ શું વાત છે? આ સમયે સુખની કઈ વાત છે?

ભીમે કહ્યું, મહારાજ તમે સમયને જીતી લીધો છે. તમે ભવિષ્ય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે.

યુધિષ્ઠિરે પૂછ્યું, આવું કેમ કહી રહ્યા છો? મને તો જાણકારી નથી કે મેં ભવિષ્ય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હોય.

ભીમે કહ્યું, હાલ જ તો તમે વિજય મેળવ્યો છે. તે માગનાર વ્યક્તિને તમે કહ્યું કે કાલે આવી જજો, કાલે વ્યવસ્થા કરી દઈશ. તો શું તમને જાણકારી છે કે કાલે તમે રહેશો કે નહીં? જો તમે જાણો છો તો તમે સમય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે.

આ સાંભળીને યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ ગઈ.

બોધપાઠ- આ વાર્તા આપણને એક વાત સમજાવી રહી છે કે જે શુભ કામ કરવાના છે, તેને તરત કરી લેવા જોઈએ. કોઈ જાણતું નથી કે કાલે શું થશે? સમય કહીને આવતો નથી. જો આપણે સારું કામ ટાળીશું તો તે કામનું મહત્ત્વ નષ્ટ પામશે અને જરૂરિયાતમંદ વ્યક્તિની જરૂરિયાત પણ પૂર્ણ થઈ શકશે નહીં.