આજનો જીવનમંત્ર:ક્યારેક-ક્યારેક માફ કરવું સજા આપવા કરતા વધારે મહત્ત્વપૂર્ણ હોય છે

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાભારતનું યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું હતું. ભીમે દુર્યોધનને અધમરો કરી દીધો હતો. બધા પાંડવ ઘાયલ દુર્યોધનને કાદવમાં છોડીને આવી ગયાં હતાં.

દુર્યોધનનો ખાસ મિત્ર અશ્વથામા ત્યાં પહોંચ્યો. અશ્વથામા પાંડવ અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતો. પોતાના મિત્ર દુર્યોધનને મરતો જોઈને તે ખૂબ જ દુઃખી હતો. તેણે દુર્યોધનને કહ્યું, મિત્ર, જણાવો હું તમારા માટે શું કરી શકું છું?

દુર્યોધને કહ્યું, મારા બધા ભાઈ મૃત્યુ પામી ચૂક્યાં છે, મિત્ર અને સંબંધી પણ જીવિત નથી, પરંતુ મરતા-મરતા મને એક વાતનો અફસોસ છે કે પાંડવમાંથી એકપણ ભાઈ મૃત્યુ પામ્યા નથી. કોઈ એકપણ મૃત્યુ પામે તો મને સંતોષ મળે.

અશ્વથામાએ દુર્યોધનને વચન આપ્યું, હું કોઈ એક પાંડવને જરૂર મારી નાખીશ

અશ્વથામાએ વિચાર કર્યો કે રાતે જ્યારે પાંડવો પોતાના શિબિરમાં સૂઈ રહ્યા હશે ત્યારે તેમનો વધ કરી દઈશ. શ્રીકૃષ્ણ અશ્વથામાની આ ઇચ્છા જાણી ગયાં હતાં. ત્યારે તેમણે પાંચેય પાંડવ ભાઈઓને તેમના શિબિરથી દૂર કરી લીધા હતાં. પાંચેય પાંડવો દ્વારા દ્રૌપદીને પાંચ પુત્ર થયાં હતાં. અશ્વથામાએ રાતે તે પાંચેય પુત્રોને મારી નાખ્યાં હતાં.

પુત્રોનો વધ કર્યા પછી પાંડવોએ અશ્વથામાને પકડી લીધો અને તેને દ્રૌપદી સામે લઈને આવ્યાં. પાંચેય પુત્રોના વધ કરનાર અશ્વથામાને જોઈને દ્રૌપદીએ કહ્યું, અરે આ તો આપણાં ગુરુનો પુત્ર છે. જો આપણને તેનો વધ કરીશું તો ગુરુ માતાને તે જ દુઃખ થશે જે મને થઈ રહ્યું છે. તેને કોઈ યોગ્ય સજા આપીને છોડી દેવો જોઈએ.

બોધપાઠ- આ વાર્તામાં દ્રૌપદીએ આપણને બોધપાઠ આપ્યો છે કે ક્યારેય ગુસ્સામાં સજા આપવા કરતા અપરાધીને માફ કરી દેવો વધારે યોગ્ય છે. દ્રૌપદીના આ નિર્ણય પાછળ શ્રીકૃષ્ણની પણ મંજૂરી હતી. કોઈને માફ કરવા સૌથી મોટું પરાક્રમ છે. એવું બની શકે કે મોટા અપરાધીને માફ કરવો પડે, તેના પાછળ તેના સુધરવાની શક્યતાઓ હોય છે