આજનો જીવનમંત્ર:સુખ-દુઃખની અવર-જવર રહે, તેને જ જીવન કહેવાય, એટલે જ હંમેશાં પોઝિટિવ રહેવું જોઈએ

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું. પાંડવ રાજા બની ગયા હતાં. શ્રીકૃષ્ણએ નિર્ણય લીધો કે હવે હું દ્વારકામાં રહીશ. શ્રીકૃષ્ણ રથ ઉપર બેસીને આગળ વધ્યા, ત્યારે સાંજે કુંતી ઊભા હતાં. કુંતી શ્રીકૃષ્ણના ફોઈ હતાં.

ફોઈને જોઈને શ્રીકૃષ્ણ રથ પરથી નીચે ઉતર્યાં. શ્રીકૃષ્ણએ તેમને પ્રણામ કરે, તે પહેલાં કુંતી નીચે નમ્યા અને શ્રીકૃષ્ણને પ્રણામ કરવા લાગ્યાં. શ્રીકૃષ્ણએ કહ્યું, તમે મારી ફોઈ છો, હું તમારું માતાની જેમ સન્માન કરું છું. મારો નિયમ પણ છે કે દરરોજ હું તમને પ્રણામ કરું છું, આજે પણ કરી રહ્યો હતો, પરંતુ તે આ શું કર્યું? તમે મને શા માટે પ્રણામ કર્યા?

કુંતીએ કહ્યું, કૃષ્ણ, થોડાં વર્ષો પછી મારું જીવન પૂર્ણ થઈ જશે. હું જાણું છું કે તમે મારા ભત્રીજા જ નથી, ભગવાન પણ છો. હવે મને ભક્ત બની જવા દો. તમે જતા રહેશો. એકવાર ભગવાન બની જાવ.

શ્રીકૃષ્ણએ કહ્યું, ઠીક છે! ભગવાન પાસેથી બધા જ લોકો કોઈને કોઈ વસ્તુ માગે છે, તમે પણ કઇંક માગી લો.

કુંતીએ કહ્યું, આપવા જ ઇચ્છો છો તો મને દુઃખ આપો.

આ સાંભળીને શ્રીકૃષ્ણએ કહ્યું, દુઃખ? હું તમને ઓળખું છું, તમારા જીવનમાં ક્યારેય સુખ આવ્યું જ નથી. ભગવાન થોડા લોકોનું જીવન દુઃખની પ્રયોગશાળા બનાવી દે છે, તેમાંથી તમે એક છો. છતાંય દુઃખ માગી રહ્યા છો.

કુંતીએ કહ્યું, દુઃખમાં ભગવાન ખૂબ જ યાદ આવે છે. થોડા દુઃખ તો એવી રીતે આવે છે કે જ્યારે આપણે ભગવાનનો ખભો પકડીને તેમની વધારે નજીક જતા રહીએ છીએ. આપણને લાગે છે કે આપણે ભગવાનનો ખભો પકડીને તેમને કશુંક કહીએ, કશુંક પૂછીએ. એટલે મને દુઃખ આપી દો.

શ્રીકૃષ્ણએ કહ્યું, ઠીક છે, જેવી તમારી ઇચ્છા.

બોધપાઠ- અહીં ભગવાન પાસેથી દુઃખ માગવાનો અર્થ છે કે જીવનમાં દુઃખ તો આવશે જ, તમે માગો કે ન માગો. થોડા લોકોના જીવનમાં તો રોજ સવાર-સવારમાં નવા-નવા દુઃખ આવે છે. જો આપણે એવું માની લઈએ કે સુખ આવશે તો દુઃખ પણ આવશે અને દુઃખના સમયે આપણે ભગવાનની નજીક જતા રહેવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. આવું કરવાથી દુઃખને સહન કરવાની શક્તિ વધી જાય છે.